Vastu Tips: જાણો કેવી રીતે ઘરના દરવાજા નક્કી કરે છે તમારુ ભાગ્ય

Last Modified સોમવાર, 23 માર્ચ 2020 (15:34 IST)
વાત ભલે સૌભાગ્યની હોય કે દુર્ભાગ્યની બંને ઘરના મુખ્ય દરવાજાથી વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના દરવાજાનો સંબંધ વ્યક્તિના સૌભાગ્ય સાથે જોડાયેલો છે.


એવું કહેવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ જો કોઈ તૂટેલો વાસણ અથવા કંઈક ભારેખમ હોય તો દેવી-દેવીઓ આવા ઘરમાં પ્રવેશતા નથી. વાસ્તુ મુજબ ઘર બનાવતી વખતે વ્યક્તિએ ઘણી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું પડે છે, તેમાંથી એક ઘરના દરવાજા છે. વાસ્તુ મુજબ ઘરના દરવાજા કઈ દિશામાં હોવા જોઈએ. ચાલો જાણીએ

વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા ઘરના દરવાજા માટેના નિયમો.
-જો તમારા ઘરનો દરવાજો પૂર્વ દિશામાં હોય તો વાસ્તુ મુજબ તે શુભ છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે દરવાજા સામે કોઈ અવરોધ તો
નથી, નહીં તો વ્યક્તિના દેવામાં ડૂબી જવાની સંભાવના રહે છે.
- કોશિશ કરો કે ઘરનો દરવાજો પશ્ચિમ તરફ ન આવે.
નહી તો તેને
કારણે, ઘરની ખુશી અને સમૃદ્ધિ સમાપ્ત થવા લાગે છે. તો
બીજી બાજુદક્ષિણ દિશામાં દરવાજાને કારણે, પરિવારના સભ્યોને લાંબા ગાળાની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
-જો તમારા ઘરનો દરવાજો અગ્નિ કોણ (દક્ષિણ-પૂર્વનો મધ્ય ભાગ) માં હોય તો તે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
- ઈશાન દિશા (ઉત્તર-પૂર્વ) નો દરવાજો ઉત્તર દિશાની જેમ શુભ પરિણામ આપે છે, ફક્ત ધ્યાનમાં રાખો કે તેની સામે વાસ્તુ દોષ ન હોય.
- જો ઘરનો દરવાજો વાયવ્ય દિશામાં હોય તો પાડોશી સાથે વિવાદ થવાની સંભાવના છે. આ દિશામાં દરવાજો રાખવાથી ઘણીવાર જીવનમાં અશાંતિ અને તણાવ રહે છે.


આ પણ વાંચો :