ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu Tips - ઘરમાં હોય મની પ્લાંટ તો રાખો આ ધ્યાન, નહી તો ફાયદાને બદલે થશે નુકશાન

મોટાભાગના ઘર અને ઓફિસમાં મની પ્લાંટનો છોડ જરૂર જોવા મળે છે.  આ છોડ વિશે એવી માન્યતા છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ્ત હાય છે અને પૈસો આવે છે. પણ માહિતીના અભાવને કારણે  ઘણા લોકો મની પ્લાંટનો છોડ લગાવતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે.  વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડને લગાવવાની દિશા બતાવી છે. જો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને ફાયદો થાય છે. બીજી બાજુ જો છોડ ખોટી દિશામાં લગાવાય તો છોડ વ્યક્તિની પરેશાની વધારી દે છે.  વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાંટની છોડની દિશા વિશે બતાવ્યુ છે જેનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. 
 
- મની પ્લાંટને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ન મુકો.  મની પ્લાંટના છોડ માટે આ દિશા સૌથી નકારાત્મક દિશા માનવામાં આવે છે. આ દિશામાં તેને મુકવાથી આર્થિક નુકશાનની શક્યતા વધી જાય છે. 
 
- મની પ્લાંટના છોડને ક્યારેય પણ કરમાવવા ન દેશો.   તેને રોજ પાણી પીવડાવો. કારણ કે છોડનુ સુકાય જવુ ઘર માટે સારુ રહેતુ નથી. 
 
- મની પ્લાંટની બેલને ક્યારેય પણ જમીન પર ન ફેલાવવા દો.  તેને દિવાલની મદદથી ઉપરની તરફ વધવા દેવી જોઈએ. તેનાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે. 
 
આ દિશામાં મની પ્લાંટ મુકવાથી થાય છે ફાયદો 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને અગ્નિ દિશા એટલે કે દક્ષિણ પૂર્વમાં જ મુકવુ સૌથી સારી દિશા હોય છે. આ દિશા જળ તત્વની દિશા માનવામાં આવે છે. અને આ દિશાનો પ્રતિનિધિ છે શુક્ર ગ્રહ.  અહી મુકેલો મની પ્લાંટ સુખ સમૃદ્ધિ વધારે છે.