રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (17:21 IST)

Vastu Tips - ઘરનો વાસ્તુ દોષ દૂર કરવાના 5 ખૂબ સરળ ઉપાય

ઈશાન ખૂણો વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ દોષનુ મોટાભાગે નિવારણ થઈ જાય છે. 
 
ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ મોટેભાગે નિવારણ થઈ જાય છે.  કેટલાક નાના નાના ઉપાયોથી ઈશાન કોણના દોષ સમાપ્ત કરી શકાય છે. પૂર્વી દિશાના દોષ પણ આ જ રીતે દૂર કરી શકાય છે.  પં શિવકુમાર શર્મા મુજબ નાના નાના ઉપાય ઈશાન અને પૂર્વી દિશા દોષથી રાહત અપાવે છે.  
 
જો ઈશાન ક્ષેત્રની ઉત્તરી કે પૂર્વી દિવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. તેનાથી ભવનનુ ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૂપથી વધી જાય છે. 
 
જો ઈશાન ખૂણો કપાયેલો છે તો ઈશાન કોણની દિવાલ પર બૃહસ્પતિદેવ પોતાના ગુરૂ કે બ્રહ્મનુ ચિત્ર જરૂર લગાવવુ જોઈએ. સાથે જ સાધુ પુરૂષોને બેસનથી બનેલી બરફી કે લાડુનો પ્રસાદ વહેંચવો જોઈએ. 
 
ચીની માટીના પાત્રમાં જળમાં ફુલની પાંખડીઓ નાખીને મુકી શકાય છે. તેનાથી પણ ઈશાન ખૂણાનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
ઈશાન ખૂણાની દિવાલ પર ભોજનની શોધમાં ઉડતા પક્ષીઓના ચિત્ર લગાવવા જોઈએ. તેનાથી પરિવારના આળસી સભ્યો કર્મશીલ થવા માંડશે. 
 
ઈશાન ખૂણામાં વિધિ પૂર્વક બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી જોઈએ. 
 
જો પૂર્વ દિશા કપાયેલી છે તો પૂર્વની દિવાલ પર એક મોટો કાચ લગાવવો જોઈએ. 
 
ઘરની પૂર્વ દિશામાં સાત ઘોડા પર સવાર સૂર્ય દેવનુ ચિત્ર લગાવવાથી પણ આ દોષ ખતમ થઈ જાય છે. 
 
સૂર્યોદયના સમયે ગાયત્રીમંત્ર સાત વાર બોલીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવુ જોઈએ. 
 
જો પૂર્વ દિશામાં બારી ન હોય તો પૂર્વ દિશામાં એક દીવો રોજ પ્રગટાવવો જોઈએ. 
 
પૂર્વ દિશામાં લાલ પીળા રંગનો પ્રયોગ કરવો જોઈએ. તેનાથી દિશા દોષ સમાપ્ત થાય છે.