રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (07:26 IST)

vastu - પૈસાની દરેક સમસ્યા દૂર કરશે વાસ્તુના આ 10 ઉપાય

વાસ્તુ મુજબ ઘરમાં કેટલાક નાના નાના ઉપાય કરવા જરૂરી છે. આ બદલાવથી કુબેર અને લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.  જેનાથી ઘરમાં પૈસા અને સંપત્તિ વધે છે.   વાત જો ઉત્તર દિશાની કરી તો આ કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશાના વાસ્તુ દોષ દૂર થઈ જાય તો ઘરમં હંમેશા લક્ષ્મી અને સુખનો વરસાદ થાય છે. જો તમે પણ સતત આર્થિક તંગી અનુભવી રહ્યા છો તો આજે અમે તમને ઉત્તર દિશા સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ વિશે બતાવીશુ જેને અજમાવીને તમે પણ ઘરમાં પૈસાનો વરસાદ કરી શકો છો. 
 
વાસ્તુ મુજબ ઘરનો કલર યૂઝ કરવાથી પણ અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. જો તમે સતત આર્થિક તંગીનો સામનો કરી રહ્યા ક હ્હો તો ઘરની ઉત્તર દિશાની દિવાલ પર બ્લૂ કલર લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને પૈસાની સમસ્યા દૂર થશે. 
 
જળનુ સ્થાન - એવુ કહેવાય છે ઘરમાં જળનુ સ્થાન મહત્વનુ છે.  ઘરમાં પાણી યોગ્ય સ્થાન પર અને યોગ્ય દિશામાં મુકવાથી પરિવારના સભ્યોનુ સ્વાસ્થ્ય અનુકૂળ રહે છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.  જો તમે પણ ચાતો તો પાણીનુ સ્થાન ઉત્તર દિશામાં બનાવો
 
 
ચાંદીનો સિક્કો કે કાચબો - આર્થિક તંગીના કારણે લોકો મોટેભાગે તનાવમાં પડી જાય છે.  કારણ કે ઘરના ખર્ચની સાથે બાળકોની જરૂરિયાતો પણ સતાવવા માંડે છે. આવામાં તનાવ અનુભવાય છે. જો તમે પણ આ સ્થિતિમાં છો તો ઘરની પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકો કારણ કે વાસ્તુમાં આ ઘનનુ પ્રતિક છે.  
 
એકવેરિયમની દિશા - કેટલાક લોકો સજાવત માટે ઘરમાં એક્વેરિયમ તો લઈ આવે છે પણ તેને ખોટી દિશામાં મુકી દે છે  જો ખોટુ છે. વાસ્તુ મુજબ એક્વેરિયમ ઘરની ઉત્તર દિશામાં મુકવુ જોઈએ. અને તેમા માછલીઓની ગણતરી નવ હોવી જોઈએ કારણ કે તેનાથી ઘરના અનેક વાસ્તુદોષ દૂર થાય છે. 
 
 
તિજોરી રાખવાની દિશા - લગભગ દરેક કોઈના ઘરમાં તિજોરી હોય છે.  જ્યા તેઓ ઘન અને ઘરેણા મુકે છે.  આ તિજોરીને હંમેશા ઘરની ઉત્તર દિશામાં મુકવી જોઈએ. કારણ કે આ દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. જે ધન લાભમાં વૃદ્ધિ કરે છે. 
 
બ્લૂ રંગનો પિરામિડ - જેવુ કે આપ સૌ જાણી ગયા છો કે ઉત્તર દિશા કુબેરની દિશા હોય છે તેથી ત્યા ફેંગશુઈની વસ્તુઓ મુકવાથી લાભ થાય છે. ઠીક એ જ રીતે ઉત્તર દિશામા બ્લૂ કલરનો પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
 
કાંચનો બાઉલ - ડેકોરેશન માટે ઘરમાં કાંચનો બાઉલ લાવીને મુકો તેને ઘરની ઉત્તર દિશામાં મુકવાથી આર્થિક સ્થિતિ સુધરી જશે. પણ ધ્યાન રાખો કે આ બાઉલમાં ચાંદીના સિક્કા જરૂર નાખો કારણ કે આ ત્યારે જ લાભકારી સાબિત થશે. 
 
ઘરની સફાઈ - એવુ કહેવાય છે કે સાફ સફઈ પ્ણ ઘરના સભ્યોના આરોગ્ય સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.   તેથી ધ્યાન રાખો કે તમારા ઘરને હંમેશા સ્વચ્છ રાખો અને પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી બિલકુલ ન થવા દો. 
 
તુલસીનો છોડ - જો તમે ઘરમાં તુલસીનો છોડ મુકો છો તો તુલસીનો છોડ હંમેશા યોગ્ય દિશામાં મુઇ. કારણ કે આ સુખ સમૃધિ લાવે છે.  એટલુ જ નહી જો આમળાનો છોડ પણ લગાવી રહ્યા છો તો તેને આ દિશામાં લગાવો. કારણ કે તેનાથી પૈસાને પરેશાની દૂર થાય છે.