શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2024 (14:21 IST)

દિવાળી પહેલા લઈ આવો આ ચમત્કારી છોડ, ઘરમાં થશે પૈસાનો વરસાદ

vastu diwali
vastu diwali
જો તમે દિવાળીની સાફ સફાઈ કરી લીધી છે અને હવે ઘરને સજાવવાનુ વિચારી રહ્યા છો તો તમે ઘરને જુદા જુદા પ્રકારના છોડથી સજાવો.. આજે અમે તમને આ માટે કેટલાક એવા છોડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. 
 જેનાથી ઘરમાં ક્યારેય ઘનની કમી નહી થાય. આ  વિશેષ છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને તેને વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ છોડ શુભ હોય છે. 
 
 
- તુલસીનો છોડ
તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને મા લક્ષ્મીનો વાસ કરે છે.  તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. તેને ઘરના પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામા લગાવવુ શુભ માનવામાં આવે છે. 
 
- મની પ્લાન્ટ 
 મની પ્લાન્ટ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવવા માટે માનવામાં આવે છે. આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થાય છે. તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી સકારાત્મક પરિણામ મળે છે, જેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.
 
 
- કમળનો છોડ
કમળના ફૂલને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળી દરમિયાન ઘરમાં કમળનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કમળનું ફૂલ પવિત્રતા, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
 
- જાસૂદ છોડ
જાસૂદ ફૂલનો ઉપયોગ ખાસ કરીને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજામાં કરવામાં આવે છે. તેને ઘરની પૂર્વ દિશામાં રાખવાથી સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે.
 
- આમળાનો છોડ 
આમળાનો છોડ પણ એક પવિત્ર છોડ છે અને તેને લક્ષ્મીના આશીર્વાદ માટે શુભ માનવામાં આવે છે. આમળાના છોડને લગાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.  આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. અને તેને દિવાળીના સમય ઘરમાં લગાવવાથી પરિવારની સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં સુધાર થાય છે. 
 
- વાંસનો છોડ
લકી વાંસનો છોડ ઘરમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે જાણીતો છે. આ છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું શુભ છે.