શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 30 ડિસેમ્બર 2015 (12:50 IST)

વાસ્તુના સહેલા ઉપાય વર્ષ 2016ને બનાવશે એકદમ ખાસ

વાસ્તુના સહેલા ઉપાય
આપણે માટે ફરીથી એક એ જ સમય આવી ગયો છે. જ્યારે આપણે આપણા જીવનને એક નવી દિશા, ઉર્જા અને નવી આશાઓથી ભરવાનો સંકલ્પ લઈએ છીએ. કહેવાનો આશય એ છે કે નવુ વર્ષ મતલબ જીવનમાં નવા સપનાને સ્થાન આપવા અને તેમને સાકાર બનાવવાનો અવસર. પોતાના દ્વારા જ પોતાને શ્રેષ્ઠ બનાવવાનો અવસર.  આપણે આપણા જીવનમાં જોડાયેલ સંબંધો, સંસાધનો અને આરોગ્યને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય. 
 
તમારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા ભરવાની શરૂઆત ઘરમાંથી જ કરવા કરતા વધુ સારુ શુ હોઈ શકે છે. સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ ઘર મતલબ પરિવારના સભ્યો વચ્ચે સારી વાતચીત, પ્રેમ, કામમાં બરકત અને રચનાત્મકતા, ઓછા ઝગડા અને ઝંઝટ. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ પાંચ તત્વ, સૂરજ, ચાંદ, નવગ્રહ અને પૃથ્વી, તેમની ઉર્જાનુ સમતુલન જ જીવન સંચાલિત કરે છે. ઘરમાં આ ઉર્જાનુ સંતુલન સ્થાપિત કરી આપણે જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ.  
 
વાસ્તુ સાથે જોડાયેલ આવા જ કેટલાક ઉપાય જે તમારી મદદ કરી શકે છે - 
 
તમારા ઘરના મુખ્ય દ્વારથી જ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓને પ્રવેશની આદાન-પ્રદાન શરૂ થાય છે. 
 
1. તમે તમારા ઘરની ઉત્તર દિશામાં કુબેર દેવતાને સ્થાન આપીને તમારી બુદ્ધિમતા અને સમજને સંતુલિત કરી શકો છો. 
 
2. જો તમે તમારા ઘરમાં ઝાડ છોડ લગાવશો તો તેનાથી તમરા જીવનમાં એક નવી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે. ઝાડ છોડ પૂર્વ દિશાના દોષોને હટાવીને સમતુલન બનાવવાનુ કાર્ય કરે છે અને જીવનમાં શક્તિ પ્રદાન કરે છે. 
 
3. તમારે જોઈએ કે તમે ઘરના ઉત્તર, પૂર્વમાંથી કચરો હટાવી દો. જૂના ફાટેલા કપડા અને અન્ય વસ્તુઓને હટાવીને છ મહિનથી વધુ સમયથી રાખી મુકેલા બેકાર અને ઉપયોગમાં ન આવનારા ઈલેક્ટ્રોનિક ઉપકરણ જે વિકાસમાં અવરોધ કે અડચણ નાખે, તેમને ઘરમાંથી બહાર કરીને લડાઈ ઝગડાથી દૂર રહો. 
 
4.  જો તમે તમારા જીવનમાં નિયમ સંયમને ધારણ કરશો તો તમે તમરા મનમાં ઉત્સાહ, આનંદ, ઉમંગ, શાંતિની સકારાત્મક ઉર્જા ભરી શકો છો. 
 
5. આ નવ વર્ષમાં જમીન ખરીદતી વખતે એ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે એ પ્લોટ કે જમીનને ન લો જેના પર દક્ષિણ-પશ્ચિમથી રસ્તા આવી રહ્યા છે. દક્ષિણ દિશાના રોડવાળા પ્લોટને ન ખરીદવો જોઈએ. 
 
6. જો તમે આ નવ વર્ષમાં તમારા લક્ષ્યને જાતે તમારા હાથથી કાગળ પર લખીને તામરા ઘરની સામે દિવાલ પર ટાંગી દો. સાથે જ ચોક્કસ સમય સીમા પણ બાંધી લો તો લક્ષ્ય પૂર્ણ કરવાની ઉર્જા જરૂર મળશે.