શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2016 (18:05 IST)

આ દિશામાં મુકેલ મની પ્લાંટ નુકશાન કરાવી શકે છે

વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડ માટે એક દિશા નક્કી કરેલ છે. જો યોગ્ય દિશામાં છોડ લગાવવામાં આવે તો તેના અનેક ફાયદા મળી શકે છે. પણ ખોટી દિશામાં લગાવેલ છોડ ફાયદાને બદલે નુકશાન કરાવી શકે છે. ઘરમાં મની પ્લાંટ લગાવવાથી ધન અને સુખ સમૃદ્ધિ વધે છે. પણ ખોટી દિશામાં મની પ્લાંટને કારણે તમને પૈસાનુ નુકશાન પણ ઉઠાવવુ પડી શકે છે. 
 
 
આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી થાય છે નુકશાન 
 
મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન કોણ(ઉત્તર પૂર્વ) ને માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી ધન વૃદ્ધિને બદલે આર્થિક નુકશાન થઈ શકે છે. આ દિશામાં લગાવેલ મની પ્લાંટ ઘરમાં ધન સાથે લોકોના આરોગ્ય અને સંબંધો પર પણ અસર નાખી શકે છે. 
 
આ દિશામાં મુકો મની પ્લાંટ તો થશે અનેક ફાયદા 
 
મની પ્લાંટ લગાવવા માટે અગ્નેય ખૂણો (દક્ષિણ પૂર્વ દિશા)ને સૌથી સારી માનવામાં આવે છે. અગ્નિ દિશાના દેવતા ભગવાન ગણેશને માનવામાં આવે છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને સુખ સમૃદ્ધિ વધારે છે. તેથી દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાંટ લગાવવાથી તેનુ સારુ પરિણામ મળે છે અને ઘરમાં ધન ધાન્ય કાયમ રહે છે.