Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય
હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોથી આવનારી વિપદાને ટાળી શકાય છે. આવો જાણીએ તેના વિશે...
જો ક્યાય યાત્રા પર નીકળી રહ્યા છો તો દુર્ઘટનાથી બચવા માટે ઘરેથી નીકળતા સમયે મોઢુ ગળ્યુ ન કરો. જો યાત્રા પર જતા પહેલા થોડુ ગળ્યુ ખાઈ પણ લો તો કોગળા કરીને જ બહાર નીકળો. એવુ કહેવાય રહ્યુ છે કે જે ઘરમાં રોજ સવાર સાંજે કપૂરથી ભગવાનની પૂજા થાય છે તો ત્યા કોઈપણ પરિવાર સાથે દુર્ઘટના થતી નથી.
જો વારંવાર દુર્ઘટનાની સ્થિતિ બનતી હોય તો હનુમાનજીના મંદિરમાં માટીના દિવામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. શનિ મંદિરમાં આમલી અને સંતરા અર્પિત કરો. માન્યતા છે કે ઘરની છત પર લાલ ધજા લગાવવાથી પણ અનહોની ટાળી શકાય છે. હનુમાનજીના મંદિરમાં જાવ અને લાલ ફૂલ અર્પિત કરો.