તો ન થઈ હોત અમૃતસર રેલ દુર્ઘટના, ડ્રાઈવરની ભૂલને લીધે ગયો 70 લોકોનો જીવ

Amritsar train accident
નવી દિલ્હી.| Last Modified શનિવાર, 20 ઑક્ટોબર 2018 (10:31 IST)

પંજાબના અમૃતસર શહેરમાં શુક્રવારની સાંજે થયેલ મોટી રેલ દુર્ઘટનામાં જેટલી ભૂલ સ્થાનીક નાગરિકો, રામલીલાના આયોજકોની છે એટલી જ ભૂલ સ્થાનીક રેલ પ્રશાસનની પણ દેખાય રહી છે.

જેને આટલા મોટા પાયા પર ઉમટેલી ભીડની માહિતી સ્ટેશન મેનેજરને ન આપી.
ઘટના સ્થળથી માત્ર 400 મીટરના અંદર પર હાજર ગેટમેને પણ આ વાતને વધુ મહત્વ ન આપ્યુ અને લોકોની ભીડ જોવા છતા શાંત બેસ્યો રહ્યો. જો કે ઘટના પછી તરત જ રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા, રેલવે બોર્ડના ચેયરમેન લોહાની સહિત આલા અધિકારે દિલ્હીથી અમૃતસર માટે રવાના થઈ ગયા.

આ ઉપરાંત ટ્રેન ડ્રાઈવરની બેદરકારીને નકારી નથી શકાતી. પંજાબના સ્થાનીક લોકો અને રેલવે વિશેષજ્ઞનુ કહેવુ છેકે જે રેલવે ક્રોસિંગ પાસે આ દુર્ઘટના થઈ છે.
તો બીજી બાજુ દશેરાનો મેળો 6 વર્ષથી થઈ રહ્યો છે. આ વાતની માહિતી રેલવેના સ્થાનીક પ્રશાસન સ્ટેશન માસ્ટૅર ગેટમેન અને ત્યાથી પસાર થનારી ટ્રેન ડ્રાઈવરોને જરૂર થશે.
તેમ છતા આટલી ભયાનક દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો.
વિશેષજ્ઞનુ કહેવુ છે કે ગેટમેનને આ વાતની માહિતી હતી કે દશેરાના મેળામાં આવેલ લોકો ટ્રેક પર ઉભા રહીને વીડિયો બનાવી રહ્યા છે છતા તેણે મૈગ્નેટો ફોન (હોટ લાઈન) થી સ્ટેશન માસ્ટરને તેની માહિતી આપી નહોતી.
તેથી ત્યાથી પસાર થનારી ટ્રેનને ઓછી ગતિ પર ન ચલાવાઈ.

જો સ્ટેશન માસ્ટર ટ્રેન ચાલકોને ટ્રેન ધીરે ચલાવવાની ચેતાવણી આપતા તો કદાચ દુર્ઘટના ટળી શકતી હતી.

રેલવે સૂત્રો મુજબ આ દુર્ઘટના માટે અમૃતસર હાવડા એક્સપ્રેસ અને જાલંધર અમૃતસર લોકલ ટ્રેનના ડ્રાઈવરોની સંપૂર્ણ ભૂલ છે. કોઈપણ ડ્રાઈવરને યાત્રાળુ ટ્રેન 8 થી 10 વર્ષ ના અનુભવ પછી જ ચલાવવા માટે આપવામાં આવે છે એટલે કે આ ડ્રાઈવરોને જાણ હતી કે આ સ્થાન પર દર વર્ષે દશેરાના મેળામાં ખાસ્સી ભીડ એકત્ર થાય છે તેમન છતા બંને ટ્રેન પોતાની ફુલ સ્પીડથી ત્યાથી પસાર થઈ. સૂત્રો મુજબ ટ્રેન ઓપરેશન મૈન્યુઅલ, જનરલ રૂલ અને એક્સીડેંટ મૈન્યુઅલ આ સ્પષ્ટ કહે છે કે રેલવે ટ્રેક પર કોઈ પ્રકારનો અવરોધ, માણસ, જાનવર જો દેખાય છે તો ડ્રાઈવરે ગાડી ધીમી કરવા ઉપરાંત તેને રોકી પણ દેવી જોઈએ અને આની માહિતી તરત નિકટના સ્ટેશન મેનેજરને આપવી જોઈએ પણ બંને ડ્રાઈવરોએ આ નિયમોનુ પાલન ન કર્યુ.

આ ઘટના માટે રેલવે બચી શકતુ નથી. આ ઘટના માટે કોણ દોષી છે તેની જાણ રેલવે સંરક્ષા પ્રમુખની રિપોર્ટ આવ્યા પછી જ જાણ થશે. પણ ભારતીય રેલવેના અધિકારીઓ નો તર્ક છે કે
લોકો પટરી પર ઉભા હતા તેથી તેમા રેલવીની કોઈ ભૂલ નથી. અમૃતસરમાં દશેરા જોઈ રહેલ લગભગ 70થી લોકોની રેલગાડીની ચપેટમાં આવ્યા પછી મોત થઈ ગયુ. જ્યારે કે 40થી વધુ ઘાયલોની સ્થિતિ ગંભીર છે.


આ પણ વાંચો :