મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 ઑક્ટોબર 2018 (10:15 IST)

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહિન્દ્રસિંહના ભાજપને રામરામ

ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડોફાડી ભાજપનો સાથ આપનારા મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ માંથી રાજીનામુ આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા ત્યારે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસથી નારાજ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને તે બાદ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. તેમણે આજે અચાનક જ ભાજપને રામ-રામ કહી દીધું. મહેન્દ્રસિંહ વાઘેલાનું ભાજપ છોડવા પાછળ વ્યક્તિગત કારણ હોવાનું જણાવ્યું છે.