સાવધાન, તહેવારો પર ઓનલાઈન શોપિંગ કરતી વખતે ક્યાક તમે તો નથી કરતા આ ભૂલો..

online shoping
Last Modified ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (10:39 IST)
વ્યક્તિ હવે સુવિદ્યા માટે ઘરે બેઠા જ ઓનલાઈન ખરીદી કરે છે. ઘર બેઠા જ ઓનલાઈન ઓર્ડર આપી દે છે. પેમેંટ પણ ઓનલાઈન થઈ જાય છે. અને તેને પાસે ખરીદેલુ પ્રોડક્ટ પણ પહોંચી જાય છે.
આ તહેવારની સીઝનમાં ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને સારી ઓફર્સ પણ આપી રહી છે. ભારે ડિસ્કાઉંટ સાથે જ કેશ બેક જેવા ઓફર્સ અનેક પ્રોડક્ટ્સ પર ચાલી રહ્યા છે પણ ઓનલાઈન ખરીદી કરતી વખતે ફ્રોડની ઘટનાઓ આવી રહી છે. તેથી ઓનલાઈન ખરીદીમાં સાવધાની રાખવી જરૂરી છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્રમં એક એવી ઘટના સામે આવી. મહારાષ્ટ્રમાં કરી મોબાઈલ ખરીદી પણ જ્યારે તેની પાસે પેકેટ પહોચ્યો તો તેના હોશ ઉડી ગયા. મોબાઈલના સ્થાન પેકેટમાં ઈંટ પડી હતી. પીડિત વ્યક્તિએ તરત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી. સમાચાર મુજબ ઓર્ડર થયેલ એ વ્યક્તિએ 9134 રૂપિયાની ચુકવણી કરી દીધી. તેને કંપનીની તરફથી સંદેશ આવ્યો હતો કે એક અઠવાડિયાની અંદર તેને મોબાઈલ મળી જશે.

આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલા પણ આ પ્રકારણી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમા ગ્રાહકોએ ખરીદેલ પ્રોડક્ટ ન મળતા બીજી વસ્તુઓ નીકલી.
તેથી ઓનલાઈન શોપિંગ કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

રાખો આ વાતોનુ ધ્યાન

- જ્યારે પણ તમારુ પ્રોડક્ટ ઘરે પહોંચે તો તેની પેકિંગને ખોલતી વખતે મોબાઈલથી વીડિયો કે ફોટો લઈ લો. જેથી કોઈ ખોટુ પ્રોડક્ટ નીકળતા કંપનીને ફરિયાત કરતી વખતે તેમની પાસે પ્રૂફ રહેશે.
- જો તમને પણ ઓર્ડર કરવામાં આવેલ પ્રોડક્ટના બદલે કોઈ બીજી વસ્તુ મળે છે તો તરત કંપનીના કસ્ટમર કેયરમાં ફરિયાદ કરો કે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો.
- અનેક
કંપનીઓ કેશ ઓન ડિલેવરીની ઓફર્સ આપે છે જ્યા સુધી શક્ય હોય પ્રોડક્ટ આવતા જ ચુકવણી કરો.

- કોઈપણ ઓનલાઈન પોર્ટલ પર ખરીદી કરતા પહેલા આ સુનિશ્ચિત કરી લો કે તમે કોઈ એવી લિંક પર ક્લિક તો નથી કરી રહ્યા જે તમને કારણ વગર કોઈ ન જોઈતા ઈ-મેલ મોકલે છે કે લિંક્સ પર ગયા પછી તમને ચકિત કરી દેનારા આકર્ષક ઓફર તો નથી મળી રહ્યા. આ મોટાભાગે આપણી માહિતીઓ ચોરી લે છે.

- ઓનલાઈન શોપિંગ માટે કોશિશ કરો કે એક જ કાર્ડનો પ્રયોગ કરો જેથી એકાઉંટ ચેક કરતી વખતે પરેશાનીનો સામનો ન કરવો પડે અને કોઈ પણ પ્રકારની ગડબડની જાણ ન થઈ શકે.


આ પણ વાંચો :