સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (15:06 IST)

સેક્સ દરમિયાન કપલે કર્યુ કંઈક એવુ કે મહિલાને થઈ ગયો લકવો

બ્રિટનમાં દક્ષિણ પૂર્વી ઈગ્લેંડના બર્કશાયર શહેરમાં એક કપલ સાથે સેક્સ દરમિયાન વિચિત્ર દુર્ઘટના થઈ ગઈ. કપલને એ સમયે  વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે સેક્સ કતતી વખતે તેઓ એટલા એક્સાઈટે થઈ ગયા કે તેમનો બેડ જ તૂટી ગયો. બેડ તૂટવાથી મહિલા જમીન પર પડી ગઈ. જેને લીધે તેના શરીરને લકવો થઈ ગયો. અહી રહેનારા જૉન માર્શલ બતાવે છેકે પહેલા તો તેમને આ પરિસ્થિતિ પર હસવુ આવ્યુ પણ પછી અનુભવ કર્યો કે આ કેટલી ગંભીર વાત હતી. જૉનની મહિલા સાથી ક્લેયર ગંભીર રૂપે ઘવાઈ હતી 
 
ઘટના પછી મહિલાએ બેડ બનાવનારી કંપની પર કેસ કર્યો છે. ક્લેયરે આ બેડ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો.  લંડન હાઈક્રોટમાં આ મામલાની સુનાવણી દરમિયાન બતાવાયુ કે બેડ એ સમયે તૂટ્યો જ્યારે કપલ તેના પર સેક્સ કરી રહ્યુ હતુ અને મહિલા પોઝીશન બદલી રહી હતી.  જૉન માર્શલે જજને જણાવ્યુ, ક્લેયર પડી ગઈ તો મે હસતા હસતા તેને ઉઠવાનુ કહ્યુ, પણ તે એટલી ગંભીર રૂપે ઘાયલ હતી કે તેને હોસ્પિટલ લઈ જવી પડી.  બેડ પરથી પડી જવાથી તેના કરોડરજ્જુનુ હાડકી ભાંગી ગયુ હતુ.  મહિલાઓનો આરોપ છેકે આ દુર્ઘટના બેડની ખામીને કારણે થઈ છે. જેને તેમણે થોડા અઠવાડિયા પહેલા જ ખરીદ્યો હતો. 
 
ક્લેયરે આરોપ લગાવ્યો કે જ્યારે બેડ ડિલિવર કરવામાં આવ્યો, ત્યારે જ તેમા ખામી હતી. જો કે બેડ નિર્માતા કંપનીએ આ આરોપોને નકાર્યા છે. કંપનીનુ કહેવુ છે કે તેમને બેડ એકદમ સારી કંડીશનમાં આપ્યો હતો. આ ઘટનાના સમાચાર વાયરલ થતા લોકો અનેક કમેંટ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યુ કે કંપનીએ બેડ સૂવા માટે બનાવ્યો છે, હવે તેના પર કબડ્ડી રમાય રહી છે તો કંપની શુ કરે ?