શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (13:29 IST)

સેંસેક્સ ટુડે - શેયર બજારમાં હાહાકાર, sensex 1000 અંક ગબડ્યો, 2.59% તૂટ્યો નિફ્ટી

બુધવારની બઢત પછી શેયર બજારમાં ગુરૂવારે ફરીથી હાહાકાર મચી ગયો. હાલત એ રહી કે માત્ર પાંચ મિનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા બજારમાંથી બહાર થઈ ગયા. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સેંસેક્સ 697.07 અંક એટલે કે 2.01% તૂટીને 34,063.82 પર જ્યારે કે નિફ્ટી  290.3 અંક ગબડીને 10,169.80 પર ખુલ્યો. બજારમાં સુસ્તી એટલી રહી કે વેપાર શરૂ થવાના થોડીક જ મિનિટમાં જ સેંસેક્સ 1000 અંકથી વધુ ગબડી ગયો. 9.22 વાગ્યે સેંસેક્સ 1001.31 અંક 2.88% ગબડીને 33,759.58 પર પહોંચી ગયો.  બીજી બાજુ ગુરૂવારે ડૉલર સામે રૂપિયો પણ 74.47ના રેકોર્ડ નીચલા સ્તર પર આવી ગયો. 
 
મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ વેચવાલી દેખાઇ રહી છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 3.3 ટકા ઘટ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 3.3 ટકા ઘટાડો થયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 3 ટકા પછડાયો છે.
 
રોકાણકારોમાં કેવી ભગદડ મચી ગઈ તેનો અંદાજ નિફ્ટીના બધા સેક્ટોરલ ઈંડિસેજને જોઈને લગાવી શકાય છે. 9.38 વાગ્યે જ્યારે થોડા માર્કેટ થોડી સ્થિરતા તરફ વધ્યુ ત્યારે પણ નિફ્ટીનો એક પણ સેક્ટોરલ ઈંડેક્સ લીલા નિશાનમાં ન દેખાયો. 
 
હાલમાં બીએસઇના 30 શેર્સમાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 957 અંક એટલે કે 2.75 ટકાની નીચી સપાટી સાથે 33,804ની સપાટીએ છે. તે જ સમયે, એનએસઇના 50 શેરોમાં મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 302 અંક એટલે કે 2.9 ટકા ઘટીને 10,158 સ્તર પર વ્યવસાય કરે છે.