બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: રવિવાર, 19 માર્ચ 2023 (11:55 IST)

Mirror Vastu Tips- ઘરમાં આ દિશામાં અરીસો મુકવાથી લક્ષ્મી રહેશે પ્રસન્ન

mirror and vastu
વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ  છે કે અરીસો યોગ્ય  દિશા અને યોગ્ય  સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..  
 
* તમે જ્યાં રહી રહ્યા હોય જ્યાં તમારા ઑફિસ હોય ત્યાં ઉતર પૂર્વ દિશામાં અરીસો  લગાવવો  જોઈએ. તમે જોશો કે આવકમાં વૃદ્ધિ તો શરૂ થશે જ સાથે  જ કમાણીના રસ્તામાં આવતા અવરોધો પણ દૂર થશે. 
 
* અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
* ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં ચારેબાજુ અરીસો  ન લગાવવો  જોઈએ. આવી વ્યવ્સ્થા ઘરના લોકોને અસંમજસમાં નાખે છે. 
* જો ઘરમાં કોઈ ભાગ એવો હોય , જ્યાં અધારું જ રહે છે તો આવી જ્ગ્યાએ ગોળ અરીસો  લગાવીને રાખો. આ નેગેટિવ એનર્જીને ભગાડવાની ક્ષમતા રાખે છે.  
 
* જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
* કહેવાય  છે કે અરીસો  જેટલો મોટું હોય એ સારું. ઘરમાં અરીસાની સંખ્યા કેટલી પણ હોય ! પણ અરીસાના ઘણા બધા ટુકડા એક્સાથે ન રાખવા જોઈએ. કારણકે એ અરીસામાં તમારુ  શરીર ખંડીત નજર પડશે એ સારું  નહી કહેવાય. 
 
* વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાને ઢાંકીને રાખવો  જોઈએ. સારું રહેશે  કે અરીસો તિજોરીની અંદર ફિટ કરાવો . 
 
* અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
* ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. આવા અરીસા નેગેટિવ એનર્જી આપે છે.