રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

પૈસા જ નહી પ્રેમ પણ વધારે છે મની પ્લાંટ

મની પ્લાંટ શુક્ર ગ્રહનો કારક છે. ઘરમાં લગાવવાથી પતિ-પત્નીના સંબંધ મધુર બને છે, અને ઘરમાં ધનનું આગમન અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. મની પ્લાંટને ઘર, બગીચો અને માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે.  પણ અનેકવાર મની પ્લાંટને લગાવ્યા પછી પણ ધનાગમનમાં કોઈ અંતર નથી જોવા મળતુ. જેના અનેક કારણ હોય છે. મની પ્લાંટના સુકાયેલા પત્તાને તરત હટાવી દેવા જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. અને આ માનસિક/ઘન પરેશાની આપે છે. મની પ્લાંટનો છોડ લગાવવા માટે અગ્નેય દિશા મતલબ દક્ષિણ-પૂર્વને ઉત્તમ માનવામાં આવી છે.  અગ્નેય દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ગણેશજી અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ-સમૃદ્ધિનો કારક હોય છે. વેલ અને લતાનો કારક શુક્ર હોય છે. તેથી અગ્નિ દિશામાં મની પ્લાંટ લગાવવાથી આ દિશાનો સકારાત્મક પ્રભાવ થાય છે. 
 
મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન મતલબ ઉત્તર પૂર્વને માનવામાં આવી છે. આ દિશામાં મની પ્લાંટ લગાવતા ધન વૃદ્ધિને બદલે આર્થિક નુકશાન થાય છે. ઈશાનનો પ્રતિનિધિ ગ્રહ બૃહસ્પતિ છે. શુક્ર અને બૃહસ્પતિમાં શત્રુતાનો સંબંધ હોય છે. કારણ કે એક રાક્ષસના ગુરૂ છે તો બીજા દેવતાઓના ગુરૂ. શુક્ર સાથે સંબંધિત વસ્તુઓ આ દિશામાં થતા નુકશાન થાય છે. અન્ય દિશાઓમાં મની પ્લાંટનો છોડ લગાવતા તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. મની પ્લાંટનો છોડ હંમેશા ઉપરની તરફ લગાવવો જોઈએ. જમીન પર ફેલાયેલ વેલથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં ઝગડો થાય છે.