રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (13:28 IST)

ઘરમાં થશે લક્ષ્મીનો વાસ જો ધ્યાનમાં રાખશો આ 7 વાતો

ઘન સૌના નસીબમાં હોય છે પણ અનેકવાર કોઈ ભૂલ કે વાસ્તુ દોષને કારણે પૈસાની સમસ્યા થવા માંડે છે. જ્યોતિષ મુજબ જે લોકોને હંમેશા પૈસાની સમસ્યા રહે છે કે પછી પૈસા આવવા છતા હાથમાં ટકતા નથી   તેમના પર  માતા લક્ષ્મીની કૃપા નથી. અવામાં આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશુ જેનાથી મા લક્ષ્મી ખુશ થવા સાથે તમારી કંગાલી પણ દૂર કરશે. 
 
મા લક્ષ્મીની યોગ્ય ફોટો 
 
ઘરન મંદિરમાં માતા લક્ષ્મીની એવી તસ્વીર લગાવો જેમના હાથમાંથી ધન વરસી રહ્યુ હોય.  તેનાથી તમારી પૈસાની સમસ્યા દૂર થશે. 
 
મહિલાઓનો કરો આદર 
 
મહિલાઓ ઘરની લક્ષ્મી હોય છે. તેથી તેમનુ સન્માન અને આદર કરો. જે ઘરમાં સ્ત્રીની કદર નથી થતી ત્યા માતા લક્ષ્મી વાસ નથી કરતી.  આવામાં ઘરની મહિલાઓને હંમેશા ખુશ રાખો પછી એ કોઈપણ હોય મા હોય કે પત્ની કે બહેન 
 
શુક્રવારના દિવસે કરો વ્રત 
 
જો તમારા ઘરમાં પૈસાને સમસ્યા બની રહે છે તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીનુ વ્રત કરો. તેનાથે એમા લક્ષ્મી ખુશ થશે અને ઘરમાં ધનની વર્ષા થશે. 
 
ઘરમાં ન હોવો જોઈએ વાસ્તુ દોષ 
 
વાસ્તુ ડોશ પણ ધન હાનિનુ કારણ બની શકે છે. તેથી કોઈ એક્સપર્ટની સલાહ લઈને ઘરના વાસ્તુદોષને દૂર કરો. સાથે જ ધ્યાન રાખો કે ઘરની દરેક વસ્તુ વાસ્તુ મુજબ મુકેલી હોય. વાસ્તુ નિયમોનુ પાલન કરવાથી લક્ષ્મીજી ઘરમાં સુખ સંપન્નતા અને એશ્વર્ય લાવે છે. 
 
કુંડળીમાં શુક્ર કરો મજબૂત 
 
જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહને સુખ સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના કમજોર થતા ઘરમાં પરેશાનીઓ રહે છે. 
 
ઘરની સાફ સફાઈનુ રાખો ધ્યાન 
 
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાફ સફાઈનુ ધ્યાન રાખો પણ સૂર્યાસ્ત એટલે કે સાંજ પછી કચરા પોતુ ન કરો. જો કોઈ ખાસ કારણ હોય તો તમે આવુ કરી શકો છો પણ રોજ આવુ કરવાથી બચો. 
 
તિજોરીમાં મુકો નારિયળ 
 
નારિયલને ચમકીલા કપડામાં બાંધીને તમારા પૂજા ઘર કે તિજોરીમાં મુકવાથી ધન વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જ્યારે પણ ઘરમાં કોઈપ્રકારની આવક કે તમારી સેલેરી આવે તો કેશ લાવીને સૌ પહેલા પૂજા સ્થાનમાં મુકો. આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.