Nav-Graha Dosha Nivaran | વાસ્તુ સલાહ : નવગ્રહ દોષ નિવારણ
ગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો
P.R |
ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ પ્રતિકુળતાનો પ્રભાવ જરૂર પડે છે. તેથી જ તો આપણે યજ્ઞ, જાપ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરાવીએ છીએ અને આ બધાથી લગભગ વધારે પડતી કામના નિહિત હોય છે.
સુર્ય ગ્રહ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે.
ચંદ્ર ગ્રહ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું મૂળ સફેદ દોરાની અંદર બાંધીને ધારણ કરો.
બુધ ગ્રહ : બુધ નકારાત્મકતાનું પ્રતિક આપી રહ્યો હોય તો બુધવારે સવારે વિધારાની મૂળને દોરાની અંદર નાંખીને પહેરો.
ગુરૂ ગ્રહ : ગુરૂ કેન્દ્રાધિપતિ દોષથી પીડિત હોય, અશુભ પ્રભાવ આપી રહ્યો હોય કે પ્રભાવહીન હોય એવામાં ભારંગી કે કેળાના મૂળને ગુરૂવારે બપોરના સમયે પીળા દોરાની અંદર ધારણ કરો.
શનિ ગ્રહ : શનિની સાડાસાતી કે અઢીની સ્થિતિમાં શનિવારે સવારે વાદળી દોરાની અંદર બિચ્છુનુ મૂળ ધારણ કરો.
રાહુ ગ્રહ : રાહુ ગ્રહની અશુભતા દૂર કરવા માટે સફેદ ચંદનનો ટુકડો વાદળી દોરાની અંદર બુધવારે પહેરવાથી લાભ થાય છે.