બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (09:53 IST)

Vastu Tips: ઓશિકા નીચે ક્યારેય ન મુકશો ઘડિયાળ, નહિ તો શરૂ થશે તમારા ખરાબ દિવસો

vastu and watch
vastu and watch
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે  આપણે  વાત કરીશું કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે મુકે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓશિકા નીચે ઘડિયાળ મૂકીને ક્યારેય સૂવું ન જોઈએ. ઘડિયાળને ઓશિકા નીચે મૂકીને સૂવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સાથે જ તેમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોને કારણે, આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને મૂંઝવણ પેદા કરે છે. તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવે છે.
 
બેડ પર પુસ્તક ન મૂકશો
વાસ્તુશાસ્ત્ર અનુસાર માથા નીચે પુસ્તક મૂકીને સૂવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તેની સાથે જ જીવનમાં પ્રગતિ પણ અટકી જાય છે. આ ઉપરાંત  પલંગ પર પુસ્તક અને પેન મૂકીને સૂવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે. પૈસા ઉપરાંત, તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.
 
દવાઓ રાખો દૂર 
વાસ્તુશાસ્ત્રો અનુસાર, ઓશીકું નીચે દવાઓ મૂકીને ક્યારેય સૂવું ન જોઈએ. આમ કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ બીમારીઓ જીવનભર તમારો પીછો છોડતી નથી.