બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated: ગુરુવાર, 10 માર્ચ 2022 (00:54 IST)

હસ્તરેખા શાસ્ત્ર - હથેળીનુ કયુ તલ શુભ અને અશુભ, જાણો કેવી રીતે તલ બને શકે છે તમારુ નસીબ

વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે.  હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી મળે છે. જાણો  હથેળી પર રહેલા જુદા જુદા સ્થાન પરના તલના શુભ અને અશુભ પરિણામ વિશે.. 
 
 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ સૂર્ય પર્વત એટલે કે અનામિકા આંગળીની નીચેના સ્થાન પર તલ હોય તો તેનો અર્થ છે કે સરકારી મામલા કે સરકારી નોકરીમાં કષ્ટ  થઈ શકે છે. 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ, હથેળી પર ગુરૂ પર્વતની ઉપર તલનો મતલબ હોય છે કે વ્યક્તિના જીવનમાં ધનની કમી કયારેય નહી થાય. આવા લોકોનુ જીવન સુખ સુવિદ્યાથી ભરપૂર રહે છે. 
- શનિ પર્વતની ઉપર બનેલુ તલ વ્યક્તિના માન-સન્માન અને સુખ સંપત્તિનો સંકેત આપે છે. એવુ માનવામાં આવે છે કે શનિ પર્વત પર બનેલુ તલ વ્યક્તિને સુખી અને ધનવાન રહેવાનો ઈશારો આપે છે. 
- જે વ્યક્તિઓની સૌથી નાની આંગળીની ઉપર તલનુ નિશાન હોય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ આવા લોકોના પૈતૃક સંપત્તિ મળવાના યોગ રહે છે. 
-એવુ માનવામાં અનામિકા આંગળી પર તલ હોય છે તે સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધિ અને માન સન્માન પ્રાપ્ત કરે છે. 
- જે લોકોના અંગૂઠા પર તલનુ નિશાન હોય છે. એવુ માનવામાં આવે છે કે તે ન્યાયનુ સાથ આપનારા હોય છે અને તેમને વૈવાહિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડે છે. 
- હસ્તરેખા શાસ્ત્ર મુજબ, અનામિકા આંગળી નીચે રહેલ બુધ પર્વત પર બનેલ તલ વ્યક્તિને નુકશાન અને કષ્ટ પહોચાડે છે.