રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 31 મે 2023 (18:11 IST)

સફળતા મેળવવા અને ભાગ્ય ચમકાવવા તમારા ઘરમાં લગાવો આ 7 છોડ

vastu plants
છોડ ઘરનુ વાતાવરણ શુદ્ધ કરે છે. પણ કેટલાક છોડ એવા પણ છે જે પર્યાવરણ સાથે તમારા ભાગ્યને ચમકાવાઅમાં પણ મદદ કરે છે.  વાસ્તુ મુજબ કેટલાક છોડ એવા છે જે આપણા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવવામાં મદદ કરે છે. આ છોડ  આપણી આર્થિક પરેશાનીઓ દૂર કરવાની સાથે જ આપણા સ્વાસ્થ્ય અને બાળકોના આવનારા ભવિષ્ય માટે પણ લાભકારી હોય છે.  આવો નાખીએ એક નજર આ જ ખાસ છોડ પર... 
 
આ વર્ષે મકર સંક્રાંતિ બુધવાર, 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. મકરસંક્રાતિના દિવસે તલનુ દાન કે તલથી બનેલ સામગ્રી ગ્રહણ કરવાથી કષ્ટાકરી ગ્રહોથી છુટકારો મળે છે. ગંગા સ્નાનને મોક્ષનો રસ્તો માનવામાં આવે છે.  તેથી આ દિવસે લોકો સ્નાન અને દાન કરે છે.. આ દિવસે કેટલાક  કાર્ય એવા છે જે ન કરવા જોઈએ આવો જાણીએ તેના વિશે 
 
દાડમનુ ઝાડ - જે ઘરમાં દાડમનુ ઝાડ હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે.  દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સમાજમાં માન સન્માન વધે છે. 
 
હળદરનો છોડ -  આ છોડ તમારા ઘરને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે. જે ઘરના આંગણમાં હળદરનો છોડ લાગેલો હોય છે એ ઘરના લોકો માનસિક અને શારેરિક રૂપે ખૂબ મજબૂત હોય છે. 
 
કૃષ્ણકાંતા - કૃષ્ણકંતાના ફુલ લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ પણ તમારા ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.  સાથે જ તેની સુગંધ ઘરને હંમેશા મહેકાવી રાખે છે. 
 
નારિયળનુ ઝાડ - ઊંચાઈ માટે જાણીતુ નારિયળનુ ઝાડ તમારા માન-સન્માનમાં પણ ખૂબ વધારો કરે છે.  જે ઘરમાં
નારિયળનુ ઝાડ હોય છે એ ઘરના લોકો જે કામની પણ શરૂઆત કરે છે તેમા તેમને સફળત મળે છે 
 
આસોપાલવનુ ઝાડ - આસોપાલવનુ ઝાડ બાળકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે.  વાસ્તુ મુજબ માન્યતા છે કે જે ઘરમાં આસોપાલવનુ વૃક્ષ હોય છે ત્યાના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય છે. 
 
આમળાનો છોડ - જે રીતે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ શુદ્ધ માનવામાં આવે છે એ જ રીતે આમળાનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય હંમેશા સારુ બન્યુ રહે છે. 
 
ગલગોટાનો છોડ - ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી તમારો ગુરૂ મજબૂત થાય છે જે તમારા વૈવાહિક જીવનને વધુ ખુશહાલ બનાવવામાં મદદ કરે છે.