ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

ઘરમાં મંદિર બનાવી રહ્યા છો ? તો યાદ રાખો આ 8 વાતો

આખો દિવસ ભાગદોડ કર્યા પછી માનસિક શાંતિની જરૂર અનુભવાય છે. ઘરમાં જો એક નાનકડું મંદિર હોય તો તમે  ક્યારેય પણ તમારા મનને શાંત કરવા માટે બેસીને ધ્યાન-પૂજા કરી શકો છો. વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકો છો અને આપણી અંદર નવી ઉર્જા પણ ભરી નાખે છે. તેથી પૂજા ઘર બનાવતી વખતે વાસ્તુ મુજબ કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. 
 
પૂજા ઘર માટે ઈશાન કોણ(ઉત્તર-પૂર્વ) દિશાને સૌથી યોગ્ય માનવામાં આવી છે. આ દિશા ઉત્તર અને પૂર્વ બંને શુભ દિશાઓથી યુક્ત છે. ઘરમાં પૂજા ઘર ઈશાન ખૂણામાં બનાવવાથી સુખ-સમૃદ્ધિ અને શાંતિની વૃદ્ધિ થાય છે. 
ઘરના પૂજા ઘરમાં ક્યારેય સ્થિર પ્રતિમા ન લગાવવી જોઈએ. ગૃહસ્થો માટે આ ઠીક નથી. કાગળની તસ્વીરો અને નાનકડી મૂર્તિ લગાવી શકો છો.  
 
- જ્યા સુધી શક્ય હોય ઘરના રસોડા અને બેડરૂમમાં પૂજા ઘર ન બનાવવુ જોઈએ. 
 
- પૂજા ઘરની ઉપર કે નીચે ટૉયલેટ ન હોવુ જોઈએ અને જો શક્ય હોય તો તેને પૂજાઘરથી અટેચ પણ ન રાખો. 
 
- પૂજા ઘરનો આકાર પિરામિડ જેવો હોય તો ખૂબ જ લાભદાયક છે. સાથે જ તેના દરવાજા આપમેળે બંધ કે ખુલે તેવા ન હોવા જોઈએ. 
 
- પૂજા ઘરની અંદર જૂતા-ચપ્પલ કે ઝાડૂ બિલકુન ન હોવી જોઈએ. સાથે જ કોઈપણ પ્રકારની ખંડિત પ્રતિમા પણ પૂજા ઘરની અંદર મુકવાની મનાઈ છે. 
 
- ગણેશજીની પ્રતિમા પૂર્વ કે પશ્ચિમ દિશામાં ન મુકતા દક્ષિણ દિશામાં મુકો. હનુમાનજીની તસ્વીર કે મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. જેથી તેમનુ મોઢુ દક્ષિણ દિશા તરફ રહે. અન્ય દેવી-દેવતાઓ સાથે ભગવાન શિવની તસ્વીર કે મૂર્તિ મુકી શકો છો. 
 
- પૂજા ઘરની દિવાલોનો રંગ સફેદ કે હળવો પીળો સારો રહેશે. પૂજા ઘરમાં શક્ય હોય તો ઉત્તર કે પૂર્વની તરફ બારી જરૂર રાખો  દરવાજો પણ આ જ દિશામાં ખુલે તો સારુ રહેશે.