મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ પ્રમાણે કેવી જમીન શુભ હોય છે અને કેવી જમીન અશુભ ?

અનેક જમીનમાં ખોદકામ કરતા મળી આવતા અવશેષ - પત્થર, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમા રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે. 

- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- પાકી આખી ઈંટ મળે તો આ પણ ઉત્તમ અને કાયમ લાભકારી છે.

- જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

- ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.

- જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.