ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (09:57 IST)

Signs Of Pigeon: શુ કબૂતર તમારા ઘર પર આવીને કરે છે ગુટર ગૂં? જાણી લો તેનો મતલબ, આપી રહ્યા છે ભવિષ્યના મોટા સંકેત

Signs of Pigeon- માન્યતાઓ મુજબ ઘરમાં કબૂતરનો (Signs of Pigeon) માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે અને પરિવારના સભ્યોએ એક-એક પૈસા માટે તલપાપડ રહેવું પડે છે.
 
કબૂતરનુ ઘર પર ગુટર ગૂં કરવો 
ધાર્મિક વિદ્વાનો અનુસાર, જો કબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક-ક્યારેક ઘરમાં ગુટર ગૂં કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્વારા માતા લક્ષ્મી ઘરમાં આગમનનો સંકેત મોકલે છે. વહેલી સવારે કબૂતરના ઘરે આવવું એ ધનની નિશાની છે.
 
કબૂતરને ખવડાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ ખાતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા આંગણામાં ખોરાક અને પાણી રાખો. આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.