સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:13 IST)

Vastu Tips - ઘરના મંદિરમાં ધ્યાન રાખશો આ વાતો તો વધશે સકારાત્મકતા...

નિયમિત રૂપે ઘરના મંદિરમા પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થય છે અને વાતાવરણ પવિત્ર રહે છે. જેનાથી મહાલક્ષ્મી સહિત બધી દૈવીય શક્તિઓની કૃપા મળી શકે છે. અહી જાણો એવી વાતો જે પૂજા કરતી વખતે ધ્યાન રાખવી જોઈએ.. 
 
મંદિર સુધી પહોંચવી જોઈએ સૂર્યની રોશની અને તાજી હવા 
 
ઘરમાં મંદિર એવા સ્થાન પર હોવુ જોઈએ જ્યા આખો દિવસ ક્યારેય પણ થોડી વાર માટે સૂર્યની રોશની જરૂર પહોંચતી હોય. જે ઘરમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી છે એ ઘરમાં અનેક દોષ શાંત રહે છે. સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.. અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. 
 
 
પૂજા કરતી વખતે કંઈ દિશા તરફ હોવુ જોઈએ તમારુ મોઢુ.. 
 
ઘરમાં પૂજા કરનારા વ્યક્તિનુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હશે તો ખૂબ શુભ રહે છે. આ માટે પૂજા સ્થળનુ દ્વાર પૂર્વ તરફ હોવુ જોઈએ. જો આ શક્ય ન હોય તો પૂજા કરતી વખતે વ્યક્તિનુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશામાં હશે ત્યારે પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. 
 
પૂજન કક્ષમાં ન લેવી જોઈએ આ વસ્તુઓ.. 
 
ઘરમાં જે સ્થાન પર મંદિર છે ત્યા ચામડાથી બનેલી વસ્તુઓ.. જૂતા ચપ્પલ ન લઈ જવા જોઈએ. મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ચિત્ર પણ ન લગાવવા જોઈએ. પૂર્વજોના ચિત્ર લગાવવામાટે દક્ષિણ દિશા ક્ષેત્ર રહે છે.  ઘરમાં દક્ષિણ દિશાની દિવાલ પર મૃતકોના ચિત્ર લગાવી શકાય છે. પણ મંદિરમાં ન રાખવા જોઈએ.  પૂજન કક્ષમાં પૂજા સાથે સંબંધિત સામગ્રી જ રાખવી જોઈએ. અન્ય કોઈ વસ્તુ રાખવાથી બચવુ જોઈએ.