બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી માતાને પ્રસન્ન કરી લીધી તો ધરમાં ધનની કમી આવતી નથી. આમ તો ધન મમાવવા માટે લોકો ખૂબ મહેનત કરે છે. પણ અનેકવાર આટલી મહેનત છતા લક્ષ્મી ટકતી નથી. આ માટે આપણે અનેક ઉપાયો કરીએ છીએ. અનેકવાર કેટલીક ભૂલો કરવાથી લક્ષ્મી આપણાથી રિસાયને જતી રહે છે.  આવી કેટલીક વતો છે જે સાંજના સમયે ન કરવી જોઈએ.. આવો જાણીએ એ વાતો 
 
1. એવુ કહેવાય છે કે સાંજ થયા પછી ક્યારે મેન ગેટ પાસે કચરો એકત્ર ન થવા દેવો જોઈએ. એવુ માનવામાં આવે છે કે સાંજે માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરવા માટે સ્વચ્છ સ્થાનને પસંદ કરે છે. 
2. શાસ્ત્રો મુજબ સાંજ થયા પછી તમારા ઘરમાંથી કોઈને દૂધ-દહી અને ડુંગળી આપશો નહી. આને અશુભ માનવામાં આવે છે. 
 
3. બીજી બાજુ રાત્રે હંમેશા ધ્યાન રાખવુ જોઈએ કે તમે પથારી પર બેસીને જમશો નહી. આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.