શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (13:05 IST)

મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં બતાવ્યા છે આ સરળ ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં પોતાની આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાના વિકાસ કરવા માટે ઉપાય બતાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે જો ઘર અથવા ઓફિસનું વાસ્તુ ખરાબ હોય છે તો તે સ્થાન પર રહેતા લોકોની પ્રગતિ થઇ શકતી નથી અને ત્યાં હંમેશા ધનનો અભાવ રહે છે. તો એવામાં વાસ્તુ શાસ્ત્રના અનુસાર કેટલાક વિશેષ ઉપાયોને કરીને ધન સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. જાણો શું છે ઉપાય. 
 
વાસ્તુ અનુસાર સવારે ઘરની સફાઇ બાદ હળદરનું પાણી મિક્સ કરીને પત્તાની મદદ વડે આખા ઘરમાં છંટકાવ કરો. માન્યતા એવી છે કે આમ કરવાથી લક્ષ્મીજીનો વાસ બન્યો રહે છે. તો બીજી તરફ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
 
ઘરમાં સુખ શાંતિ જળવાઇ રહેશે તેના માટે તમારા ઘરના મંદિરમાં ઘીનો એક દિવો દરરોજ સવાર સાંજ પ્રગટાવો અને ઘંટડી વગાડો. આ સાથે જ ઘરમાં પૂજા સમયે શંખ પણ જરૂર વગાડો. માન્યતા છે કે આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઇ જાય છે. 
 
ઘરમાં ક્યારેય પૈસાની ખોટ ન વર્તાય તેના માટે ઘરના ઇશાન ખૂણામાં સ્ફટિક શ્રીયંત્રની સ્થાપના કરો. આ યંત્ર ધન-ધાન્યમાં વૃદ્ધિ કરવાની સાથે વાસ્તુ દોષને પણ દૂર કરે છે. 
 
સુખ સમૃદ્ધિ માટે પોતાના ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ ઉગાડો અને સાંજના સમયે તેની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. 
 
ધનમાં વૃદ્ધિ થતી રહે તે માટે ઘરમાં રાખેલી તિજોરીનું મોઢું ઉત્તર દિશા તરફ હોવું જોઇએ કારણ કે આ દિશા ધનના દેવતા કુબેરની ગણવામાં આવે છે. આ ઉપરાંત ઘરની ઉત્તર દિશામાં કાચનો મોટો બાઉલ રખો અને તેમાં ચાંદીના સિક્કા નાખો. કહેવામાં આવે છે કે આમ કરવાથી પણ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. 
 
ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હંમેશા ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ અને સવાર સાંજ તેમની પૂજા કરવી જોઇએ. માન્યતા છે આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહી. 
 
ઘરમાં ધનનું આગમન થતું રહે છે તેના માટે ઘરની લોબીની દક્ષિણ દીવાલ પર ઘરની અંદર આવતા ઘોડાનો ફોટો લગાવવો જોઇએ. માન્યતા છે કે ઘોડાનો ઘરમં લગાવવાથી પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.