વાસ્તુ પ્રમાણે ધનલાભના કેટલાક નુસ્ખા
- જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પ્રવેશદ્વારા પાસે બેસેલા ગણપતિની મૂર્તિઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંન્નીને પીઠ એકબીજાની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે.
- આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને દરવાજા પર બાંધી દો.
- સત્યનારાયણની પૂજા વર્ષમાં એકાદવાર કરાવતા રહેવુ જોઈએ, આવુ કરવાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થશેમ,
- જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના ઢાંકણમાં કાણુ પાડી તેમા દોરો પરોવી ઘરના ઉત્તર-પૂર્વમાંલટકાવી દો.