સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (15:26 IST)

વાસ્તુશાસ્ત્ર - ઘરના ઝગડા દૂર કરવા માટે અચૂક છે આ શાસ્ત્રીય ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના પરસ્પર ક્લેશનુ પણ નિદાન રહેલુ છે. પરિવારમાં વૈજ્ઞારિક મતભેદ થતા રહે છે. પણ જો આ પરસ્પર મતભેદ જ્યારે ઝગડાનું રૂપ લઈ લે છે તો સ્થિતિ કષ્ટપ્રદ થઈ જાય છે. 
 
જો તમારા પરિવારને પણ આવી જ કષ્ટપ્રદ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તો ગભરાશો નહી. વાસ્તુ શાસ્રમાં કેટલા એવા શાસ્ત્રીય ઉપાય છે જે તમારા પરિવારને આ સ્થિતિમાંથી ઉગારીને તમારા ઘરનું વાતાવરણ ફરીથી ખુશહાલ બનાવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક એવી વિધિયો છે જે ઘરેલુ ઝગડા માટે કારગર છે. 
 
હનુમાન મંદિર - મંગળવારે એક સફેદ સૂતી દોરો લઈને ઘર પાસે આવેલા હનુમાન મંદિરમાં જાવ. ત્યા હનુમાનજીના સિંદૂરથી આ દોરાને રંગી દો.  આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. આવુ કરવાથી ઘરની અંદર રહેલ નકારાત્મક ઉર્જા બહાર જતી રહેશે. જેનાથી પારિવારિક લોકો વચ્ચે શાંતિ સ્થાપિત થશે. 
 
સાથે જ લાંબા સમયથી ચાલી રહેલ પરસ્પર કે પારિવારિક મતભેદ અને મનભેદ પણ સહેલાઈથી દૂર થઈ જશે.  
શિવલિંગનો અભિષેક -  સોમવારના દિવસે શિવ મંદિર જઈને એક નારિયળ ફોડો અને તેના પાણીમાં દૂધ મિક્સ કરીને અડધું શિવલિંગ પર ચઢાવો અને અડધુ ઘરે લાવીને ખીરમા મિક્સ કરી દો. પ્રસાદના રૂપમાં ઘરના બધા સભ્યોને આપો. 
 
ગણેશ મંદિર - બુધવારના દિવસે ગણેશ મંદિર જઈને તેમને દેશી ઘીના લાડુનો ભોગ લગાવો. પછી પ્રસાદના રૂપમાં લાડુની અંદર સાકરિયા તુલસી અને ચણા મિક્સ કરીને ઘરના સભ્યોને વહેંચો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ક્લેશ નહી થાય. 
સત્યાનારાયણ કથા - ઘરમાં સમય સમય પર સત્યનારાયણ કથા પણ કરાવતા રહેવુ જોઈએ. તેના પ્રભાવથી ઘરના સભ્યો વચ્ચે સદ્દભવના અને પ્રેમ કાયમ રહે છે. 
 
નકારાત્મક ઉર્જા - તમારા ઘરના જે સભ્ય સૌથી વધુ ગુસ્સાવાળા હોય કે જે સૌથી વધુ ઝગડો કરે છે તેમની કોઈ વસ્તુ જેવી કે ચપ્પલ જૂતા કપડા વગેરે શનિવારે કોઈ ભિખારીને દાન કરો. 
 
આ ઉપાય તેની અંદરની નકારાત્મક ઉર્જાને દૂર કરી તેને માનસિક સુખ પ્રદાન કરશે.