ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2015 (18:05 IST)

વાસ્તુ ટિપ્સ - આવા સ્થાન પર ઘર બાંધવાથી સંકટ આવે છે

પોતાના સુંદર ઘરનું સપનુ તો બધા જુએ છે. જેમા તેઓ ખુશી ખુશી પોતાના ઘર-પરિવાર સાથે જીવનજ્ઞાપન કરી શકે. ઘર ભલે કેટલુય આલીશાન, શાનદાર બેજોડ અને અકલ્પનીય સુખ-સુવિદ્યાઓથી સંપન્ન હોય પણ જો તે શાસ્ત્રો મુજબ યોગ્ય સ્થાન પર ન બન્યુ હોય તો ઘર પર વણનોતર્યા સંકટોનો પડછાયો ડોકાતો રહે છે. પરિવારના સભ્ય જેટલા પણ પ્રયત્ન કરી લે સુખ ભોગવી શકતા નથી. ભવિષ્ય પુરાણ મુજબ કેટલાક એવા સ્થાન બતાવ્યા છે જ્યા ઘર ન બનાવવુ જોઈએ. 
 
 
1. નગરના દ્વાર પર ઘર ન બનાવો. આ એ સ્થાન છે જ્યાથી શહેરની સીમા સમાપ્ત થાય છે કે શરૂ થાય છે.  શહેરની બહાર વસેલા ઘરમાં ચોર ડાકૂની શક્યતા તો કાયમ જ રહે છે સાથે જ કોઈ પણ સંકટ આવતા મદદ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 
 
2. વાસ્તુ મુજબ ચાર રસ્તા પર ઘર બનાવવુ અપ્રાકૃતિક વિપદાઓને ખુલ્લુ આમંત્રણ આપવા જેવુ છે.  ઘર પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. ભવિષ્ય પુરાણના મતમુજબ ચોક કે ચારરસ્તા પર કાયમ હલચલ બની રહે છે. જેનાથી ઘરમાં અશાંતિનુ વાતાવરણ બન્યુ રહે છે. 
 
3. જે સ્થાન પર યજ્ઞ કરવામાં આવે છે. તેની પાસે ઘર ન બનાવો કારણ કે નિયમ છે કે યજ્ઞશાળામાં અથવા તેના નિકટ સુંવુ પણ  ન જોઈએ. આ સ્થાન ખૂબ જ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. 
 
4. જે સ્થાન પર શિલ્પકાર રહે છે એ સ્થાન પર વધુ માત્રામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.  જેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવા સ્થાન પાસે પણ ઘર ન બનાવવુ જોઈએ. 
 
5. જે સ્થાન પર જુગાર રમવામાં આવે  કે માંસ દારૂ વેચાતુ કે ખવાતુ પીવાતુ હોય એવા સ્થાનો પર ઘર બનાવવુ તો દૂર પણ ત્યાથી નીકળવુ પણ ભવિષ્યને અંધકારમાં લઈ જાય છે.  આ સ્થાનો પર અનૈતિક કાર્ય થાય છે.  જેનો દુષ્પ્રભાવ ઘર-પરિવાર પર પડે  છે. 
 
6. જે સ્થાન પર ઢોંગી અથવા કોઈ ઉંચા હોદ્દા પર કામ કરનારાઓના નોકર રહેતા હોય એવા સ્થાન પર રહેવાથી તમને જાન-માલની હાનિ ક્યારેય પણ થઈ શકે છે. 
 
7. મંદિરના માર્ગમાં ઘર લેવાથી ત્યા હંમેશા લોકોની અવર-જવર થતી રહે છે. જે કારણે ઘરમાં શાંતિનુ વાતાવરણ સ્થાપિત નથી થઈ શકતુ. હંમેશા શોર રહે છે . બીમાર લોકો સ્વસ્થ થવાની ઈચ્છાથી મંદિરમાં આવે છે તેમના બેક્ટેરિયા વાયરસનો પ્રભાવ ઘર પર પણ પડી શકે છે. 
 
8. કોઈપણ ઉંચા પદવાળા અધિકારીના ઘરની નિકટ તમારુ ઘર ન બનાવો. તેમના પર આવેલ આપત્તિનો પ્રભાવ તમારા ઘર પરિવાર પર પણ પડશે.