ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2016 (11:09 IST)

vastu tips - સૂતી વખતે પૂર્વ કે દક્ષિણમાં માથુ મુકવુ જોઈએ

વાસ્તુ ટિપ્સ
વાસ્તુમાં પલંગને મહત્વપુર્ણ ઘટક માનવામાં આવે ચ હે. આ જ્યા મુકવામાં આવ્યો હોય એ સ્થાન પર આપણે દિવસનો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ.  દરેક વ્યક્તિ લગભગ 7-8 કલાક સૂવામાં વ્યતીત કરે છે.  પલંગની દિશા અને સ્થાનને લઈને કેટલાક નિયમ સિંદ્ધાંત છે. આ નિયમોની અનદેખી સ્વાસ્થ્ય અનિદ્રા, તણાવ અને પરસ્પર સંબંધોથી પ્રભાવિત કરે છે. 
 
- સૂતી સમયે માથુ પૂર્વ કે દક્ષિણ દિશામાં મુકો. પલંગનું માથુ દિવાલ સાથે અડેલુ હોવુ જોઈએ. 
- બોક્સવાળો પલંગ હોય તો તેમા ક્રોકરી, પુસ્તકો, રમકડાં, ભેટમાં મળનારા સામાન વગેરે ન મુકો ફક્ત કપડા જ મુકો. 
- પલંગની બેક સાઈટ કે ક્યાક પણ અરીસો ન લગાવો.  જો લાગેલો હોય તો હટાવી દો. પલંગની ઉપર બીમ કે લાફ્ટ ન હોવી જોઈએ. 
- લોખંડ કે ઈટ પત્થરના બનેલ પલંગ વર્જિત છે પલંગ લાકડીના જ શુભ ફળદાયક હોય છે. વાંકા કે ગોળ પલંગ અશુભ ફળ આપનારા હોય છે. 
- પલંગનો આકાર અને ઉંચાઈ પણ સામાન્યથી ઓછી કે વધુ ન હોવી જોઈએ.