ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (16:36 IST)

ઘરના આ ભાગમાં બનાવશો સીડી.. તો હંમેશા પ્રસન્ન રહેશે પરિવાર

એવુ કહેવાય છે કે જો ઘર વાસ્તુ મુજબ ન બનાવાય તો વ્યક્તિને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.   જો ઘર વાસ્તુ હિસાબથી ન હોહ તો તેની અસર પરિવારના સભ્યો પર પણ પડે છે.  ઘરના દરેક ખૂણાને વાસ્તુના હિસાબથી જ બનાવવુ જોઈએ. જેવા કે દરવાજાથી લઈને બારીઓ સુધી બધુ વાસ્તુના હિસાબથી હોય તો સારુ રહે છે.  ઠીક એ જ રીતે ઘરની સીઢીઓને પણ વાસ્તુના હિસાબથી બનાવવા જ ઓઈએ. સીઢીઓ માટે યોગ્ય દિશાની પસંદગી કરવી ખૂબ જરૂરી હોય છે.  એવુ કહેવાય છે કે સીઢીયો વ્યક્તિના જીવનમાં પ્રોગ્રેસને સુરક્ષિત કરે છે.  જો ઘરની સીઢીયોમાં વાસ્તુ દોષ છે તો મકાન કેટલુ પણ સુંદર કેમ ન હોય તમારા પ્રોગ્રેસમાં અવરોધ ઉભો કરી શકે છે. તો ચાલો જાણીએ વાસ્તુના હિસાબથી ઘરની સીઢીયો કેવી અને કંઈ દિશામાં હોવી જોઈએ. 
 
- ઘર બનાવતી વખતે એક વાત કાયમ ધ્યાન રાખવી જરૂરી હોય છે કે સીઢીયોમાં ભૂલકર પણ એવો પત્થર ન લગાવો જે લપસી જતો હોય. આવુ થવુ દુર્ઘટનાની આશંકા સાથે જ દોષપૂર્ણ પણ માનાવામાં આવે છે. 
 
- વાસ્તુ મુજબ સીઢીયો માટે યોગ્ય દિશા દક્ષિણ કે પછી પશ્ચિમ માનવામાં આવે છે. ભૂલથી પણ સીઢીયો ઉત્તર પૂર્વ દિશામાં ન બનાવો. જો ભૂલથી પણ આ દિશામાં સીઢીયો હોય તો તેનાથી તમારા ધનનો નાશ, વેપારમાં હાનિ થઈ શકે છે. 
 
- એવુ કહેવાય છે કે સીઢીયો હંમેશા વિષમ સંખ્યામાં જ બનાવવી જોઈએ.  માનવામાં આવે છે કે વિષમ સંખ્યામાં બનાવેલ સીઢીયો ઘરના સભ્યોને વિકાસના મુકામ પર લઈને જાય છે. 
 
- આજકાલના સમયમાં ઘણા ઘરમાં એવુ જોવાયુ છે કે જરૂર કરતા વધુ ગોળાકાર સીઢીયો હોય છે.  વાસ્તુના મુજબ સીઢીયોમાં 1 કે 2 ગોળાકાર ઠીક છે પણ વધુ હોવાથી દોષપૂર્ણ માનવામાં આવે છે. 
 
- ભૂલથી પણ સીઢીયોની નીચે પૂજા ઘર, રસોડુ કે પછી બાથરૂમ ન બનાવડાવો. આવુ થવાથી ઘરના સભ્ય રોગી બની શકે છે. 
 
- આ વાતનુ ધ્યાન રાખો કે સીઢિયો સદૈવ ઘરની બહારની તરફ હોય કે પછી ઘરની અંદર પણ એક કિનારા પર હોવી જોઈએ.. ઘરની વચ્ચો વચ્ચ સીઢી હોવી શુભ નથી.