1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated: મંગળવાર, 9 મે 2023 (11:59 IST)

વાસ્તુ ટિપ્સ - જો હાથમાં પૈસા નથી ટકતા તો કરો આ ઉપાય અને બની જાવ માલામાલ

vastu tips
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કેટલાક એવા ઉપાયો વિશે જેમને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો.  અનેકવાર ખૂબ મહેનત કરવા પર પણ પૈસા ટકતા નથી. આવુ કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ બની શકે છે.  
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશા ધન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં ભારે સામાન મુક્યો હોય કે પછી આ દિશામાં ખૂબ ગંદકી રહેતી હોય તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  ઘરમાં ઘન આગમનની ગતિ ધીમી થઈ જાય છે. 
 
આ  જ રીતે જો  ઉત્તર-પૂર્વ દિશામાં દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ હોવુ જોઈએ.  બીજી બાજુ દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે તિજોરી હશે તો પૈસા અને આયુષ્ય નુ નુકશાન થવાનો ભય નુકશાન કરાવનારુ માનવામાં આવે છે.