શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (13:06 IST)

નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ

astu tips for  new year
મિત્રો નવુ વર્ષ આવી રહ્યુ છે. સૌના મનમાં એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આજે અમે આપને બતાવી રહ્યા છીએ નવ વર્ષ 2021 માં ઘરે કંઈ વસ્તુઓ લાવવાથી તમારી આર્થિક સ્થિતિ બદલાઈ જશે તેના વિશે માહિતી. 
 
જે રીતે દિવાળી આવે છે તો દરેક કોઈ પોતાનુ ઘર સજાવવામાં લાગી જાય છે એ જ રીતે નવા વર્ષને સારુ બનાવવા માટે આ માટે પહેલાથી જ તેની તૈયારીઓમાં લોકો લાગી જાય છે. નવ વર્ષને લઈને દરેકના મનમાં એ જ કામના હોય છે કે નવુ વર્ષ પોતાની સાથે તેમના જીવનમાં ફકત ખુશીઓ જ ખુશીઓ લઈને આવે.  તો જો તમે પણ તમારુ નવુ વર્ષ એટલે કે 2021ને સારુ બનાવવા માંગો છો તો તમે અમારા દ્વારા બતાવેલ કેટલીક વસ્તુઓ ઘરમાં જરૂર લાવો. કારણ કે આ વસ્તુઓને  વાસ્તુ અને ફેંગશુઈમાં એ ખાસ બતાવી છે. એવુ કહેવાય છે જે જાતકોના ઘરમાં આ વસ્તુ હોય છે તેનુ જીવન સુખ સંપન્ન અને સમૃદ્ધશાળી બની જાય છે. 
 
 
તો આવો જાણીએ કંઈ છે એ વસ્તુઓ 
 
પિરામિડ - વાસ્તુ મુજબ નવ વર્ષના શુભ અવસર પર વ્યક્તિએ પોતાના ઘરમાં તાંબા પીત્તળ કે પત્થર કે પછી ધાતુનુ પિરામિડ રાખવુ જોઈએ. જો તેમાથી કોઈપણ પિરામિડ ઘરમાં રાખવુ શકય ન હોય તો લાકડીંનુ પિરામિડ પણ મુકી શકો છો.  એવુ કહેવાય છે કે તેને ઘરમાં મુકવાથી વાસ્તુ દોષ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 
 
વિંડ ચાઈમ - સામાન્ય રીતે લોકોના ઘરની બહાર વિંડ ચાઈમ લાગેલી જોવા મળે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે  કે તેને લગાવવાથી અનેક ફાયદા થાય છે. વિંડ ચાઈમને લગાવવાથી ઘર  આકર્ષિત તો દેખાય જ  છે  સાથે જ તેને લગાવવાથી ઘરનુ વાતાવરણ પણ શુભ રહે  છે. તેથી વાસ્તુ વિશેષજ્ઞ જણાવે  છે કે વિંડ ચાઈમને ઘરના એ સ્થાન પર લગાવવી જોઈએ જ્યાથી હવા અંદર આવતી હોય જેથી હવા તેને સ્પર્શીને  ઘરમાં પ્રવેશ કરે જેથી પરસ્પર ટકરાવથી આ વિંડ ચાઈમ પાવન ઘંટીનો સ્વર ઉત્પન્ન કરે. 
 
કિસ્ટલ બોલ્સ - ત્યારબાદ આવે છે એ વસ્તુ જેને ફેંગશુઈમા આર્થિક દ્રષ્ટિએ  વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો ઘરમાં ક્રિસ્ટલ બોલ્સ હોય તો ત્યા નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી કારણ કે કિસ્ટલ બોલ્સ પોતાની આસપાસની નેગેટિવ ઉર્જાને  પોતાની અંદર સમાવીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
 
 
લાફિંગ બુદ્ધા - ફેગશુઈમાં બુદ્ધાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવા વર્ષના અવસર પર તેને ઘરમાં લાવવાથી જાતકના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે સાથે જ ઘરમાં  ખુશીઓનુ આગમન થાય છે. તેને માત્ર ઘરમાં જ નહી પણ ઓફિસમાં પણ મુકી શકાય છે. 
 
ઘાતુનો કાચબો માછલી અને ત્રણ પગવાળો દેડકો - વાસ્તુ મુજબ ઘાતુનો કાચબો, માછલી અને ત્રણ પગવાળો દેડકો ઘરમા મુકવાથી જાતકનુ ભાગ્ય ખુલી જાય છે જેનાથી જીવનમાં દરેક પ્રકારની ખુશી અને સફળતા મળવા માંડે છે.