વાસ્તુ ટીપ્સ - દુકાન કે ઑફિસ માટે વાસ્તુ ટીપ્સ
1. વાસ્તુ શાસ્ત્ર મુજબ દુકાન કે શેરૂમ ના મુખ્ય બારણો જો પૂર્વ કે ઉત્તર દિશાની તરફ હોય તો આ વ્યાપાર માટે લાભકારી ગણાય છે. જો પૂર્વ કે ઉત્તર તરફ બનાવું શક્ય ન હોય તો દુકાનના મુખ પશ્ચિમ તરફ પણ કરી શકાય છે.
2. દુકાનની અંદર બિક્રીના સામાન રાખવા માટે સેલ્ફ , અલમારી શોકેસ અને કેશ કાઉંટર દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે.
3. દુકાનના ઈશાન કોણમાં મંદિર કે ઈષ્ટદેવની ફોટો લગાવી શકાય છે . આ સિવાય આ ભાગમાં પીવાના પાણી પણ રાખી શકાય છે.
4. વાસ્તુ શાસ્ત્ર મુજબ વિજળીના ઉપકરણોને રાખવા કે સ્વિચ બોર્ડ લગાવા માટે દુકાન કે દક્ષિણ પૂર્વ ભાગને ઉચિત ગણાય છે.
5. દુકાનના કાઉંટર પર ઉભા વિક્રેતાના મુખ પૂર્વની તરફ અને ગ્રાહકના મુખ દક્ષિણ કે પશ્ચિમની તરફ હોવું સારું ગણાય છે.
6. વાસ્તુ શાસ્ત્ર મુજબ શોરૂમ કે દુકાનના કેશબાક્સ હમેશા દક્ષિણ અને પશ્ચિમ દીવાલના સહારે હોવા ઉપયુક્ત ગણાય છે.
7. વાસ્તુ શાસ્ત્ર મુજબ દુકાનના માલિક કે મેનેજરને દુકાનના દક્ષિણ પશ્ચિમ દિશામાં બેસવા જોઈએ.
8. દુકાનના કેશ કાઉંટર માલિક કે મેનેજરના સ્થાન પર કોઈ બીમ ના હોય આ વાસ્તુ શાસ્ત્રની દ્ર્ષ્ટિથી સારું ગણાય છે.