સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : રવિવાર, 30 જૂન 2019 (10:28 IST)

રાત્રે ભૂલથી પણ ન મુકશો માથા પાસે આ વસ્તુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ રાત્રે સૂતી વખતે કેટલીક વસ્તુઓ ખુદથી દૂર રાખવી જોઈએ. જો એવુ ન કરવામાં આવે તો આ વાત અનેક રીતે શારીરિક અને માનસિક પરેશાનીઓનુ કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો એ કંઈ 5 વસ્તુ છે જે માથા પાસે સૂતી વખતે ન મુકવી જોઈએ. 
1. પર્સ - રાત્રે સૂતી વખતે પર્સ કે પોકેટ ક્યારેય માથા પાસે મુકીને ન સુવુ જોઈએ.  આવુ કરવાથી મનુષ્ય દરેક સમયે પૈસા અંગે જ વિચારતો રહે છે. અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. 
 
2. ઘડિયાળ મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ગેજેટ - કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટને માથા પાસે મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી વ્યક્તિને કારણ વગર માનસિક તનાવ થઈ શક છે. 
 
3. કોઈ ભયાનક ફોટો કે શોપીસ - સૂતી વખતે કોઈ ડરામણી ફોટો કે શોપીસ પણ માથા પાસે ન મુકવુ જોઈએ. આવુ કરવાથી તમે તનાવ અને નેગેટિવ થોટ્સનો શિકાર થઈ શકો છો. 
 
4. પુસ્તક કે છાપુ - માણસ પોતાના તકિયા નીચે છાપુ કે મેગેઝીન જેવી કોઈપણ વાંચવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ વસ્તુઓ સૂતી વખતે માથા પાસે મુકવાથી વ્યક્તિનુ જીવન પ્રભાવિત થાય છે. 
 
5. જૂતા ચપ્પલ - સૂતી વખતે ક્યારેય પણ ભૂલથી પણ આપણા માથા પાસે કે બેડ નીચે મન મુકવા જોઈએ. આવુ કરવાથી વ્યક્તિનુ આરોગ્ય અને ધન બંને પર જ નેગેટિવ ઈફ્કેટ પડી શકે છે.