1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (16:05 IST)

વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર ક્યા હોવુ જોઈએ ??

Vastu tips for main door
આપણા ઘર ની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ કેવી ઉર્જા આવશે તે આપણા ઘર ના આર્કિટેચરીયલ ડિઝાન પર ખુબ જ આધાર રાખતું હોઈ છે. ઘર ની અંદર સ્ટોર રમ ક્યાં હોવો જોઈએ ત્યાં થી લઇ ને મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ તે બધી જ વસ્તુ ને નક્કી કરવા માટે વાસ્તુ ના નિયમો હોઈ છે. અને તે બધા જ નિયમો માંથી આજે અમારે તમારી માટે મુખ્ય દરવાજા ના નિયમો વિષે જણાવીશું. તમારા ઘર ના મુખ્ય દરવાજા માટે આ શુભ વાસ્તુ ટિપ્સ વિષે જાણો
 
* દરવાજાની સામે રસ્તો ન હોવો જોઈએ નહિતર ગૃહસ્વામીની ઉન્નતિ નહિ થાય.
 
* ઘરના દરવાજાની સામે ઝાડ હશે તો બાળકો બિમાર રહે છે.
 
* ઘરના દરવાજાની સામે પાણી વહેતુ હશે તો ધનની હાનિ થાય છે.
 
* દરવાજાની સામે મંદિર હોય તો ઘરમાં ક્યારેય સુખ નહિ મળતું નથી.
 
* ઘરના દરવાજાની સામે જ સ્તંભ (થાંભલો) હશે તો સ્ત્રી હાનિનો ભય રહે છે.
 
* જો મુખ્ય દરવાજો એક હોય તો પુર્વ દિશામાં રાખો અને જો બે દરવાજાવાળો પ્રવેશદ્વાર હોય તો પુર્વ અને પશ્ચિમમાં રાખો.
 
* જમીનની તુલનામાં ઘરનો દરવાજો નીચો હોય તો ઘરના પુરૂષો વ્યસનાસિક્ત અને દુ:ખી રહે છે.
 
* ઘરની આગળ રસ્તો હોય તો ઘરની ઉંચાઈથી ડબલ જગ્યા છોડવાથી દોષ નથી લાગતો.
 
* જો કોઈ રસ્તો તમારા ઘર અને બિલ્ડિંગથી વળીને નીકળતો હોય કે પછી તમારી બિલ્ડિંગ સુધી આવીને સમાપ્ત થઈ જતો હોય તો તે શુભ છે.
 
* ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અન્ય દરવાજાઓ કરતાં મોટો હોવો જોઈએ.