ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 24 ઑગસ્ટ 2019 (11:42 IST)

વાસ્તુ ટિપ્સ - આ વાસ્તુ નિયમોને માનો તો આ રીતે આવશે સંપન્નતા

ઘરમાં વાસ્તુ સાથે જોડાયેલ અનેક દોષ એવા હોય છે જે મહિલાઓની આર્થિક ઉન્નતિને અવરોધે છે.  આ દોષોને કેવી રીતે દૂર કરી શકો છો આવો જાણીએ શુ કહે છે વાસ્તુ વિશેષજ્ઞ  
 
ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણો, જેને વાસ્તુમાં અગ્નિ ખૂણો કહેવામાં આવે છે. ઘરની સમૃદ્ધિ અને એશ્વર્યનો ખૂણો છે.  આ દિશાને શુક્ર અને અગ્નિની દિશા પણ કહેવામાં આવે છે. અગ્નિ ખૂણૉ રસોઈઘર માટે સર્વોત્તમ હોય છે. હવે તમને પશ્ન થશે કે  પ્રશ્ન કરી શકો છો કે રસોઈડાનો ઘરની સમૃદ્ધિ અને એશ્વર્ય સાથે શુ સંબંધ ? તો મિત્રો આપણા ખાવાપીવાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે અને સ્વાસ્થ્યનુ સમૃદ્ધિ સાથે. 
 
ઘરનુ દક્ષિણ-પૂર્વ ભાગ ગોળાકાર, કપાયેલો કે વધેલો ન હોવો જોઈએ. કારણ કે આ અગ્નિનુ સ્થાન છે. તેથી અહી પાણીનુ સ્ત્રોત જેવા નળ, વોટર ફિલ્ટર, વોશિંગ એરિયા ન હોવો જોઈએ.   
 
આ દિશામાં ખોટા રંગોની પસંદગી પણ તેને દોષપૂર્ણ બનાવી દે છે. ઉત્તર દિશામાં વોટર એલિમેંટ વગેરે ન હોવુ જોઈએ. 
 
દક્ષિણ પૂર્વ ખૂણામાં કાચ ન મુકો. દક્ષિણ-પૂર્વમાં ટૉયલેટ ન હોવુ જોઈઈ.  આવુ થવાથી પતિ અને પત્નીના સંબંધ બગડી શકે છે. ઘરના પુરૂષ સભ્યની મહિલાઓ સાથે વિવાદ થઈ શકે છે.