શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુદોષને દૂર કરતો દિવ્ય છોડ

ગૃહદોષ હોય કે વાસ્તુદોષ તેને દૂર કરવા માટે લોકો કેવા કેવા ઉપયો કરે છે. પરંતુ માહિતગારોની વાત માનીએ તો છિંદવાડા જિલ્લાના સો ટકા આદિવાસી વસ્તીવાલા પાતાલકોટના ગામમાં એક એવો દિવ્ય છોડ જોવા મળે છે, જેની અંદર વાસ્તુદોષના નિરાકરણની બધી ખૂબીઓ જોવા મળે છે.

માહિતગાર બતાવે છે કે તેને ઘરમાં મુકવાની જ માત્ર જરૂર છે. છોડની ખાસિયત એ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ દિવ્ય છોડના પાંદડા ઘડિયાળના કાંટાની જેમ દરેક સેકંડે ફરતી રહે છે તેથી સ્થાનીક આદિવાસી આને 'ઘડીયાળી કાંટા છોડ' ના નામથી બોલાવે છે.

લાંબા સમયથી આ છોડની ખૂબીઓ સાંભળતા આવી રહેલ વનકલ્યાણ આયુર્વેદ સંસ્થાના વૈદ્ય પ્રીતમ ડોંગરેને આ છોડ છિંદવાડા જિલ્લાના તામિયા વિકાસના બ્લોકના પાતાલકોટમાં લાલ ઘાટીની નીચે જડી-બૂટ્ટીઓની શોધ દરમિયાન પ્રાપ્ત થયો.

ડોંગરે હવે આ દિવ્ય છોડને પોતાના તસરામાલ(ઉમરાનાલ)સ્થિત રહેઠાણ પર લઈ આવ્યા છે. તેઓ કહે છે કે આને ઝારિયા જનજાતિના વડીલો તંત્ર-મંત્રની સાથે વશીકરણ માટે ઉપયોગમાં લાવે છે.

લોકોનુ માનીએ તો માનસિક રોગીઓ પર પણ તેની પત્તી કે જડ રામબાણ દવાનુ કામ કરે છે, જેને કારણે આ છોડ હવે વિલુપ્ત પ્રજાતિનુ થઈ ગયુ છે.