ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2017 (12:17 IST)

Fengshui & Vastu - આ કાચબો તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિયો નષ્ટ કરશે

ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રમાં કાચબાની આકૃતિયો અને અંગુઠીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કાચબો જો તમારા ઘરમાં મુકવામાં આવે તો ઘરની બધી નકારાત્મક શક્તિયો તેનાથી નષ્ટ થઈ જાય છે  
 
કાચબો મુકવથી વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે. આ ઘનમાં બરકત આપવારુ એક સારુ સ્ત્રોત માનવામાં આવે છે. આ ઘરમાં હોવાથી જીવનમાં ખુશહાલી કાયમ રહે છે અને મન પણ શાંત રહે છે. 
 
આ ઘન અને સૌભાગ્ય બંનેમાં વૃદ્ધિ કરે છે. કાચબાની આકૃતિને મુકવા માટે ઘરની ઉત્તર દિશા સૌથી શુભ માનવમાં આવે છે.  પણ બધી નહી કેટલીક કાચબાની એવી ધાતુઓ હોય છે જેને ઘરમાં મુકવાથી સૌથી વધુ લાભ થાય છે. 
 
પીઠ પર કાચબાનુ બચ્ચુ 
 
એક એવો કાચબો જેની પીઠ પર એક કાચબાનુ બચ્ચુ હોય. તેને ઘરમાં મુકવુ સંતાંન પ્રાપ્તિ માટે કારગર માનવામાં આવે છે. જે દંપત્તિ આ સુખથી વંચિત હોય તેમને આવી કાચબાની પ્રતિમા લાવીને ઘરમાં મુકવી જોઈએ. 
 
બિઝનેસમાં ફાયદો 
 
વેપાર કે ઓફિસમાં ફાયદો મેળવવા માટે મેટલ ઘાતુથી બનેલો કાચબો મુકો. આ તમારી માટે નફાનો રસ્તો ખોલે છે. તેને તમે તમારા ઘરના બેડરૂમમાં પણ મુકી શકો છો. 
 
બીમારીથી બચવા માટે 
 
જો તમે અવાર નવાર બીમારીના શિકાર થઈ રહ્યા છો તો તમારે માટે માટીનો કાચબો સૌથી સારો ઉપાય છે. તમારા ઘરમાં ખુદને બીમારીથી બચાવવા માટે તમે માટીથી બનેલો કાચબો મુકશો તો લાભ થશે. 
 
લગ્નના સંબંધો મજબૂત બનાવવા માટે  જો તમે તમારા ઘરમાં થનારી કચકચથી કંટાળી ગયા છો તો તેનાથી બચવા માટે આ ઉપાય જમાવી શકો છો.  તેનાથી પતિ પત્ની વચ્ચે ઝગડો ઓછો થઈ જાય છે અને તમારા ઘરમાંથી ક્લેશ કચકચ ખતમ થઈ જશે. 
 
ધન પ્રાપ્તિ માટે - જો તમએ સતત ધન સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે ક્રિસ્ટલવાળો કાચબો ઘરમાં લાવવો જોઈએ. તેનેત અમારા કાર્યાલય કે પછી તિજોરીમાં મુકી શકો છો.