પતિ પત્ની માટે વાસ્તુ ટિપ્સ - અણમોલ છે પ્રેમનો સંબંધ... તેને જવા ન દો

Last Modified મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (15:13 IST)
પતિ-પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ અણમોલ છે. જો વિશ્વાસ કાયમ રહે તો કોઈપણ અવરોધ આ સંબંધ વચ્ચે આવી શકતો નથી. અનેકવાર સ્થિતિઓ એવી બની જાય છે કે વિશ્વાસ ડોલી જય છે અને સંબંધો તૂટવા માંડે છે. વાસ્તુમાં કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જે આ સંબંધમાં સદૈવ તાજગી કાયમ રાખે છે.

- જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે વાત રાત્રે ન કરો.
- પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ
કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે.
- ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની શ્રદ્ધાપૂર્વક દેખરેખ કરો.
- ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમા થોડા કાલા ચણા નાખી દો.
આવુ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે.
- તમારા રૂમમાં શંખ કે સીપી જરૂર મુકો. પતિ પત્ની સાથે બેસીને પૂજા કરશો તો સંબંધોમાં સદૈવ મધુરતા કાયમ બની રહે છે. શુક્રવારે પતિ પત્ની એકબીજાને પરફ્યુમ ભેટમાં આપો.

- ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. બેડરૂમમાં બેડ નીચે કોઈપણ પ્રકારનો સામાન ન મુકો. સુંદરકાંડનો પાઠ કરો. વાંસળી વગાડતા ભગાઅન શ્રીકૃષ્ણ-રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ પર મોર પંખ સુખ સમૃદ્ધિનૂ સૂચક છે.
જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે.આ પણ વાંચો :