શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 4 નવેમ્બર 2015 (11:18 IST)

જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી આ વાસ્તુદોષ ? હોય તો આ રીતે દૂર કરો

વાસ્તુ
ઘરમાં હંમેશા અશાંતિ બની રહે છે કે ઘરમાં બરકત નથી રહેતી ? શુ આ બધી સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુદોષને કારણે તો નથી. જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ સમસ્યા છે તો ગભરાવવાની કોઈ વાત નથી. આજે અમે તમને વાસ્તુદોષના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને તમે ઘરમાં તોડફોડ કર્યા વગર જ દૂર કરી શકો છો અને વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. 
 
જો તમને લાગે છેકે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો સૌ પહેલા આ વાતની તપાસ કરો કે તમારા ઘરમાં દરવાજા અને બારીઓ વિષમ સંખ્યામાં તો નથી. જો આવુ છે તો કોઈ એક દરવાજો કે બારીને બંધ કરી દો અને તેની સંખ્યાને સમ કરી દો. 
 
જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ મુશ્કેલી છે તો તમે તમારા ઘરના મુખ્ય ગેટ પર એક સ્વસ્તિક બનાવીને લગાવી દો. જો તેનો રંગ લાલ કે સિંદૂર રંગનો છે તો વધુ ફાયદાકારી રહે છે. 
 
આપણે ઘરનો ફાલતૂ સામાન કે જૂતા ચપ્પલ ઘરની સીઢીયો નીચે મુકી દઈએ છીએ જે વાસ્તુ મુજબ ઠીક નથી. તેથી વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની સીડીઓની નીચે ફાલતૂ સામાન ન મુકો અને ઘરની સીડીઓના શરૂઆત કે અંતમાં કોઈ દરવાજો બનાવો.