શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 30 ઑક્ટોબર 2019 (16:02 IST)

આ છોડ લગાવશો તો બધા કષ્ટ થશે દૂર અને આયુષ્ય વધશે ભરપૂર

આપણા સમાજમાં વાસ્તુ અને ફેંગશુઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો ઘરમાં બધુ જ વાસ્તુ મુજબ હોય તો ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની વ્યક્તિને થતી નથી.   ઘરને જો વાસ્તુ મુજબ બનાવવામાં કે સજાવવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા કાયમ રહે છે.  બીજી  બાજુ કેટલાક્લોકો ઘરને સજાવવા માટે અનેક પ્રકારના છોડ અને વૃક્ષનો પ્રયોગ કરે છે. પણ તેમાથી કેટલાક એવા છોડ સામેલ છે જેને ઘરમાં લગાવવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે અને સાથે જ આયુષ્યનુ વરદાન પણ મળે છે.  મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ વાં ના છોડની.  જેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની બધા કષ્ટ દૂર થઈ જાય છે. આવો જાણીએ આ છોડ વિશે.. 
 
શાસ્ત્રો મુજબ વાંસની લાકડીને સળગાવવી ન જોઈએ.  કોઈપણ હવન અથવા પૂજનમાં વાંસને નથી સળગાવાતુ. ભારતીય સનાતન પરંપરાઓ મુજબ એવુ કહેવાય છેકે વાંસની લાકડીને સળગાવવાથી વંશનો વિનાશ થઈ જાય છે.  અને પિતૃદોષ લાગી જાય છે.  તેથી તેને ઘરમાં સારે રીતે સજાવીને મુકવી જોઈએ. જેથી તમારા ઘરમાં શુભ્રતાનુ આગમન થાય. 
 
વાસ્તુ મુજબ વાંસનો છોડ શુભ માનવામાં આવે છે. લગ્ન જનોઈ મુંડન વગેરેમાં વાંસની પૂજા અને વાંસથી મંડપ પણ બનાવાય છે.  એવુ માનવામાં આવે છે કે વાંસન છોડ જ્યા પણ હોય ત્યા ખરાબ આત્માઓ આવતી નથી.  તેથી તેને ઘરમાં લગાવવુ શુભ હોય છે. 
 
ફેગશુઈમાં લાંબી આયુ માટે વાંસના છોડને ખૂબ શક્તિશાળી માઅંવામાં આવે છે. આ સારા ભાગ્યનો પણ સંકેત છે તેથી વાંસને ઘરમાં લગાવવો ખૂબ પણ શુભ છે. 
 
વાંસનો છોડ સાજ સજાવટની દ્રષ્ટિથી પણ ખૂબ સુંદર દેખાય છે. વાંસના છોડ વિશે કહેવાય છે કે કાર્યાલયમાં ટેબલ પર સીધી બાજુ મુકવો લાભકારી છે. તેના પ્રભાવથી નકારાત્મક ઉર્જા આપમેળે જ નષ્ટ થાય છે.  જો તેને ઘરમાં મુકવો હોય તો પૂર્વ કે દક્ષિણ દિશામાં મુકવો જોઈએ.