વાસ્તુ ટિપ્સ - ઓફિસના ટેબલ પર મુકેલી આ વસ્તુઓ તમારા વિકાસમાં નાખે છે અવરોધ

office vastu
Last Modified બુધવાર, 16 ઑક્ટોબર 2019 (13:00 IST)
કેરિયરમાં તરક્કી મેળવવી દરેકની ઈચ્છા હોય છે.
પણ અનેકવાર ખૂબ મહેનત છતા નોકરીમાં પ્રમોશન મળવુ મુશ્કેલ થઈ જાય છે.
આવામાં અનેક લોકો નિરાશ થઈને હાર માનીને પોતાના પગલા પાછળ હટાવી લે છે.
પણ નિરાશ થઈને આમ પાછળ હટવાને બદલે કેટલાક ખાસ વાસ્તુ ઉપાયો જરૂર અપનાવવા જોઈએ.

જેનાથી તમને નોકરીમાં પ્રમોશન મળવા ઉપરાંત જીવનની અનેક મુશ્કેલીઓનો હલ પણ નીકળી જશે.
પ્રમોશન ન મળવાના પણ અનેક કારણ હોઈ શકે છે. બની શકે છે કે તમારુ કામ કરવાની રીતમાં કમી આવે કે પછી ઓફિસમાં કોઈ અન્ય સાથીને કારણે તમારા વિકાસમાં અવરોધ આવી રહ્યો હોય. અહી જણાવેલ વાસ્તુ ટિપ્સની મદદથી તમે જીવન અને નોકરીમાં મનગમતો પ્રોગ્રેસ
મેળવી શકશો.

સૌથી પહેલી છે ઓફિસની સીટ -
જો શક્ય હોય તો ઓફિસમાં તમારી સીટ દિવાલ સાથે રાખો.
આ રીતે ઓફિસમં બેસવાથી તમને દરેક રીતે એક પ્રકારનો સહારો અનુભવાશે.
જે દિવાલ સાથે તમે બેસ્યા છો તેના પર ઊંચા ઊંચા પર્વતોના મનમોહક દ્રશ્યોવાળી કોઈ સુંદર પેન્ટિંગ પણ લગાવી શકો છો. આવુ કરવાથી તમારી સીટ એ ઓફિસમાં પાક્કી તહી જશે અને તમારા પ્રમોશનના ચાંસિસ પણ વધશે.

બીજી છે ઓફિસનુ ટેબલ -
તમારા ટેબલ પર લાફિંગ બુદ્ધા કે પછે ફેંગશુઈ ઊંટ મુકવાથી પણ તમને ઘણા લાભ મળે છે.
તમારા આસપાસનુ સ્થાન હંમેશા સ્વચ્છ રાખો.

આવુ કરવાથી તમને તમારી આસપાસનો એરિયા ખુલ્લો લાગશે. જેનાથી તમારા મનમાં નવા નવા આઈડિયાઝ ઉત્પન્ન થવા માંડશે.
ઓફિસ ટેબલ પર કોઈ પણ પ્રકારના કાંટેદાર છોડ ન મુકો.
તેની ઊંડી અસર તમારા કામ પર પડે છે.

3જી વસ્તુ છે ફર્નીચર

ઓફિસમાં પડેલુ ફર્નીચર પણ તમારા પ્રમોશનના રસ્તા કોલી શકે છે.
તેથી જરૂરી છેકે તમે લાકડીના ફર્નીચરનો ઉપયોગ કરો. સ્ક્વેયર ટેબલ તમારી માટે લક્કી સાબિત થઈ શકેછે. તમારા ટેબલ પર પશ્ચિમ દિશામાં કાંચની બોટલમાં પાણી ભરીને જરૂર મુકો.
તૂટેલા ફર્નીચરનો ઉપયોગ બિલકુલ
ન કરો. તેની સીધી અસર તમારા કામ પર પડી શકે છે.

ઓફિસની ખુરશી - તમારી ઓફિસ ચેયર પીઠ તરફથી ઊંચી હોવી જોઈએ. બેકસાઈટથી ઊંચી ચેયર તમારા પ્રોગ્રેસના માર્ગ ખોલવામાં તમારી મદદ કરે છે. ખુરશીનુ ઊંચુ હોવુ તમારે માટે શારીરિક દ્રષ્ટિથી ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે.

બૈબુ પ્લાંટ - ઓફિસમાં ટેબલ પર ફેંગશુઈ બૈબૂ પ્લાંટ કે ઊંટ મુકવાથી પણ તમારી પ્રમોશનના માર્ગમાં આવનારા અવરોધ દૂર થાય છે. લાફિંગ બુદ્ધા ફેંગશુઈ ઊંટ કે પછી હાથી પણ તમારી માટે મદદરૂપ સાબિત થશે.

આ ઉપરાંત ઘરમાંથી કોઈપણ શુભ કાર્ય કે પછી નોકરી માટે નીકળતા પહેલા શ્રી ગણેશાય નમ: બોલો. આવુ કરવાથી અ આખો દિવસ તમે પોઝિટિવ અનુભવ કરશો.
જીવનના દરેક કાર્યમાં તમને સફળતા અપાવવામાં આ મંત્ર તમારી ખૂબ મદદ કરશે.

-ઘરમાંથી નીકળતી વકહ્તે ગોળ ખાઈને થોડુ પાણી પીન જ નીકળો. આવુ કરવાથી તમને આખો દિવસ જે કામ આપવામાં આવશે તેને તમે સંપૂર્ણ પોઝિટિવ એનર્જીથી પૂરી કરી શકશો.


આ પણ વાંચો :