કેવુ હોવુ જોઈએ ઘર-આંગણ ?
|
વાસ્તુ મુજબ
મકાનનુ પ્રારૂપ આ પ્રકારનુ રાખવુ જોઈએ કે આંગણ વચ્ચે હોય. જો સ્થાનની કમી હોય તો, મકાનમાં ખુલ્લુ ક્ષેત્ર આ રીતે ઉત્તર કે પૂર્વમાં રાખો, જેના દ્વાર સૂર્યનો પ્રકાશ અને તાપ મકાનમાં વધુમાં વધુ પ્રવેશી સકે.
આંગણ કેવા પ્રકારનુ હોવુ જોઈએ-
આ મધ્યમાં ઉંચુ અને ચારે તરફથી નીચુ હોય. જો આ મધ્યમાં નીચુ અને ચારે બાજુથી ઉંચુ હશે તો એ તમારી માટે નુકશાનદાયક છે.
આવુ આંગણ હોય તો તમારી સંપત્તિ નો નાશ થઈ શકે છે. પરિવારમાં વિપદા વધશે.
આંગણ ગુણાકાર અને બીજી રીતે પણ જાણી શકાય છે.
વાસ્તુ મુજબ આંગણની લંબાઈ અને પહોળાઈના સરવાળાને 8થી ગુણીને 9થી ભાગવાથી શેષનુ નામ અને ફળ આ રીતે જાણો -
જો શેષ 1 આવે તો વાગવાનો ભય,
2 આવે તો એશ્વર્ય,
3 આવે તો બૌધ્ધિક વિકાસ,
4 આવે તો ધર્મ-કર્મમાં વૃધ્ધિ,
5 આવે તો રાજ-સન્માન,
6 આવે તો સ્ત્રી-પુત્ર વગેરેને નુકશાન,
7 આવે તો ધનનુ આગમન,
8 આવે તો ધન
9 આવે તો ચોરી અને શત્રુપક્ષથી ભય રહેશે.