ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

દેવુ ચુકવવાના સરળ ઉપાય-1

વાસ્તુશાસ્ત્રમાં ફેરબદલી કરીને દેવાથી મુક્તિ મેળવો

N.D
દેવુ ચુકતુ કરવાની સ્થિતિ માણસને ખુબ જ મુશ્કેલીમાં નાંખી દે છે. માણસના મગજમાં રાત દિવસ તેને ચુકવવા માટેના જ વિચારો આવ્યાં કરે છે. અમુક પરિસ્થિતિપ એવી બને છે જે જેને લીધે માણસને ઉધાર લેવુ પડે છે અને પછી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ માથેથી તે દેવુ ઉતરવાનું નામ નથી લેતું. આનુ કારણ પોતાના ઘરનો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે, જેના લીધે તમને આ દેવાનો ભાર હેરાન કરી રહ્યો હોય. એક દેવુ તો ઉતર્યુ પણ નથી હોતુ અને બીજુ દેવુ લેવાનો વારો આવી જાય છે અને આ પરિસ્થિતિથી છુટકારો જ નથી મળતો.

એક વખત વાસ્તુની સાથે જોડાયેલ તથ્યો પર ધ્યા આપીને પણ દેવાથી મુક્તિ મેળવી શકાય છે. આ વિશે તમને થોડાક મહત્વપુર્ણ તથ્યોની જાણકારી આપીએ છીએ. દેવાથી બચવા માટે ઉત્તર અને દક્ષિણની દિવાલ એકદમ સીધી બનાવડાવો. કોઈ પણ ખુણો કપાયેલો કે ઓછો ન હોવો જોઈએ. ખોટી દિવાલને લીધે ધનનો અભાવ થઈ શકે છે. જો દેવું વધારે પડતું થઈ ગયુ હોય તો ઈશાન ખુણાને 90 ડિગ્રીથી ઓછો કરી દો.

આ સિવાય ઉત્તર-પૂર્વ ભાગમાં જમીનમાં ટાંકી બનાવી દો. ટાંકીની લંબાઈ, ઉંડાઈ અને પહોળાઈને અનુસાર આવક વધશે. ઉત્તર-પૂર્વ દિશાનું તળીયુ બે થી ત્રણ ફૂટ ઉંડુ કરાવી દો. દક્ષિણ-પશ્ચિમ કે દક્ષિણ દિશામાં જમીનમાં ટાંકી, કુઓ કે નળ હોય તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. બે મોટા મકાનોની વચ્ચે દબાયેલ મકાન અને બે મોટી બિલ્ડિંગોની વચ્ચે દબાયેલ પ્લોટ લેવાથી બચવું કેમકે દબાયેલ જમીન ગરીબી અને દેવાનું સુચક છે.

ઉત્તર દિશા તરફ જેટલો વધારે ઢાળ હશે તેટલી સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. જો તમે દેવાથી વધારે પડતાં હેરાન હોય તો ઢાળને ઈશાન દિશા તરફ કરાવી દો, દેવાથી મુક્તિ મળી જશે. પૂર્વ અને ઉત્તર દિશામાં ભુલથી પણ ભારે વસ્તુ ન રાખશો નહિતર દેવું, ખોટ અને નુકશાનનો સામનો કરવો પડશે. મકાનનો મધ્ય ભાગ થોડોક ઉંચો રાખો. તેને નીચો રાખવાથી બધુ ઝડપથી વિખેરાઈ જાય છે. જો ઉત્તર દિશામાં ઉંચી દિવાલ હોય તો તેને નાની કરીને દક્ષિણમાં ઉંચી દિવાલ બનાવી દો.

આ સિવાય દક્ષિણ-પશ્ચિમ ખુણામાં પીત્તળ અને તાંબાનો ઘડો લગાવી દો. ઉત્તર કે પૂર્વની દિવાલ પર લગાવવામાં આવેલ દર્પણ પણ લાભદાયક હોય છે. દર્પણની ફ્રેમ પર કે દર્પણની પાછળ લાલ, સિંદુરી કે મરૂન કલર ન હોવો જોઈએ. દર્પણ જેટલુ હલકુ અને મોટા આકારનું હશે તેટલો વધારે લાભ થશે, વ્યાપાર ઝડપથી ચાલશે અને દેવું પણ પુરૂ થઈ જશે. દક્ષિણ તેમજ પશ્ચિમ તરફ લગાવેલ દર્પણ હાનિકારક હોય છે.

સાભાર- ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિ.