1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

પ્લોટ ખરીદતાં પહેલાં...

પ્લોટ
N.D
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે જાતે પ્લોટ ખરીદીને એક મકાન બનાવે. જો પ્લોટ લેતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવામાં નહી આવ્યું હોય તો વાસ્તુને અનુરૂપ ઘર બનાવ્યા બાદ પણ મુશ્કેલી આવી શકે છે.

પ્લોટ ક્યારે શુભ રહે છે...

* પુર્વ અને અગ્નિ દિશા ઉંચી અને પશ્ચિમ અને વાયવ્ય નીચી કે દક્ષિણ અને અગ્નિ ઉંચી તેમજ પશ્ચિમ અને ઉત્તર નીચી હોય, વચ્ચે ઉંચી અને બાકી દિશાઓ નીચી હોય.

* પશ્ચિમ દિશા ઉંચી અને ઈશાન તેમજ પુર્વ નીચી હોય કે પછી અગ્નિ ઉંચી અને નૈઋત્ય તેમજ ઉત્તર દિશામાં ઢાળ હોય.

* ઉત્તર દિશા ઉંચી અને અગ્નિ, નૈઋત્ય તેમજ વાયવ્ય દિશા નીચી હોય તો નૈઋત્ય તેમજ અગ્નિ ઉંચી અને ઉત્તર દિશા નીચી હોય.

* લંબચોરસ અને ચોરસ પ્લોટ પણ શુભ રહે છે.

* પુર્વ-પશ્ચિમમાં લંબાઈ ઓછી અને દક્ષિણ દિશામાં લંબાઈ વધારે હોવી જોઈએ.

* ગોમુખાકાર અને લંબગોળાકાર પ્લોટ ખુબ જ શુભ માનવામાં આવે છે.

ક્યારે પ્લોટ અશુભ કહેવાય છે...

* જ્યારે ઈશાન ખુણો કપાયેલો હોય

* બે મોટા પ્લોટની વચ્ચે નાનો પ્લોટ ફસાયેલો હોય

* જો પ્લોટનું મોઢુ પુર્વ-અગ્નિ, નૈઋત્ય કે વાયવ્યમાં હોય.

* પ્લોટમાં પથરાળ જમીન અને મોટા મોટા ખાડા હોય.

* જો ઈશાન ખુણો ગોળાકારમાં આવતો હોય.

* દક્ષિણમાં ઢાળ હોય અને ઉત્તર ઉંચો હોય.

* જો પાડોશીના પ્લોટમાં ઢાળ હોય.

* ઉત્તર-પુર્વ ઉંચો અને પશ્ચિમ તરફ ઢળતો હોય તો પ્લોટ ખરીદવાનું અશુભ માનવામાં આવે છે.