ફળ ફૂલની ખેતી અને વાસ્તુ
W.D
* ખેતરની વચ્ચે કોઈ ટેકરો ન હોવો જોઈએ અને વધારે ઉંચા થનાર ઝાડ, ફૂલ-છોડ પણ ન લગાવવા જોઈએ.
* ફળોનું ઉત્પાદન કરતી વખતે પુર્વ અને ઉત્તર તરફ ઓછી ઉંચાઈવાળા ઝાડ લગાવવા જોઈએ. આમળા, આમલી, લીમડો, કેરી, જાંબુ, નારિયેળ, કોઠા કે કાંટાવાળા ઝાડ માત્ર દક્ષિણ દિશા તરફ જ લગાવવા જોઈએ. જામફળ પુર્વ દિશા તરફ, શરીફા ઉત્તર દિશા તરફ અને દાડમના છોડ પશ્ચિમ દિશા તરફ લગાવવા જોઈએ.
* દ્રાક્ષ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લગાવવી જોઈએ અને આની અંદર પાણી પણ દક્ષિણથી ઉત્તર દિશા તરફ આપવું જોઈએ.