વાસ્તુ : પ્લોટ ખરીદતા પહેલા
N.D
વાસ્તુ વિષયથી અજાણ વાસ્તુ પંડિત વાસ્તુ દોષ મુક્ત પ્લાટ કે વાસ્તુ દોષોના નિવારણ પ્રાપ્ત કરવાના નામ પર વાસ્તુ-શાંતિ, હવન ઘણા પ્રકારના યંત્રોની સ્થાપના, પિરામિડ વગેરેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. વાસ્તુ દોષોના નિવારણના નામ પર આ પ્રકારના ઉપાયો બતાવવા એ માત્ર માણસની ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમીને સમાજમાં અંધવિશ્વાસની પ્રવૃત્તિને વધારવી માત્ર છે. કારણ કે આ પ્રકારના ઉપાયોથી આજ સુધી ન તો કોઈપણ વાસ્તુ દોષથી મુક્તિ મળી છે અને ન તો કોઈનું ભલુ થયુ છે. આ પ્રકારના અંધવિશ્વાસોના ચક્કરમાં ફસાઈને જીવનને સમસ્યાગ્રસ્તથી બનાવતુ બચવાનો યોગ્ય ઉપાય એ જ હોય છે કે એ સમસ્યાને ઉભા કરનારા વાસ્તુ દોષોને જ સુધારી લેવામાં આવે.
કોઈપણ જમીન અને કોઈપણ મુખી પ્લોટ અશુભ હોતો નથી. પરંતુ શુભ કે અશુભ ફળદાયક હોય છે. એ પ્લોટનો ઉપયોગ કરવાની રીત, પ્લાટમાં જો કોઈ વાસ્તુ દોષ હોય તો તે વાસ્તુ દોષને વાસ્તુ મુજબ સુધારીને જ એ પ્લાટમાં વાસ્તુના સિધ્ધાંતોનુ પરિપાલન કરીને મકાનનું નિર્માણ કરવામાં આવે તો એ નિર્મિત મકાનમાં રહેનારાનું જીવન આખી જીંદગી આનંદદાયી અને સમૃદ્ધિદાયક જ વીતશે.