શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ જમીનની પસંદગી

N.D
ચોરસ - આ પ્રકારના પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા લોકોને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે

લંબચોરસ - આ પ્રકારનુ ઘર ઘરમાલિકની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થાય છે.

અંડાકાર - આ પ્રકારની જમીન વેચવાથી બચવુ જોઈએ, આ જમીન પર બનેલ મકાનમાં રહેવાથી દુ:ખ અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગોળાકાર - સમૃધ્ધિમાં સતત વૃધ્ધિ ઈચ્છતા જાતકોએ આવો પ્લોટ નહી ખરીદવો જોઈએ, કારણ કે આમા રહેવાથી સમૃધ્ધિ ઓછી થઈ જાય છે.

અર્ઘગોળાકાર - આ જમીનનો ટુકડો મકાન માલિક અને તેમા રહેનારા લોકોને દુ:ખ આપે છે.

ધનુષાકાર - ધનુષાકાર પ્લોટ પર બનેલ મકાનમાં રહેતા જાતકોમાં ભય ઉત્પન્ન થાય છે.

સમાંતર સમચોરસ - આ પ્રકારની જમીન પસંદ ન કરવી જોઈએ. અશુભ પરિણામ આપનારી અને દુશ્મની ઉભી કરવાને કારણે તેમા રહેનાર રહેવાસી સુખપૂર્વક નથી રહી શકતો.

ગોમુખી - આ પ્રકારનો પ્લોટ રહેવા માટે શુભ છે પરંતુ વેપાર માટે અશુભ હોય છે.

સિંહમુખી - સિંહ મુખી પ્લોટ રહેવા માટે અશુભ છે પરંતુ વેપાર માટે શુભ હોય છે.