શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ તમારું સ્નાનઘર

N.D
સ્નાનગૃહ પશ્ચિમ દિશામાં રાખવું લાભકારક છે. સ્નાનગૃહની પાસે રસોઇઘરની અડીને એક વોશિંગરૂમ પણ બનાવવો જોઇએ, જે કપડાં કે વાસણ ઘોવા માટે કામમાં લઇ શકાય.

સ્નાનઘરના વોશબે‍સિન અને શાવર ઇશાનખૂણામાં બનાવો જોઇએ. હીટર, સ્વિચબોર્ડ અને વિદ્યુત સંબંધી બધી વસ્તુઓ અગ્નિખૂણામાં રાખવી જોઇએ. સ્નાનઘર સાથે ચેજીંગરૂમ બનાવવો હોય તો દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં બનાવવો જોઇએ. બાથટબ પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણમાં બનાવવુ જોઇએ. પરંતુ પગ દક્ષિણની તરફ ના આવે તેની સાવધાની રાખવી જોઇએ.

સ્નાનગૃહમાં લગાવવામાં આવતો અરિસો પૂર્વ કે ઉત્તર તરફ રાખવો જોઇએ, દક્ષિણ તરફ રાખવો ન જોઇએ. સ્નાન પૂર્વ કે ઉત્તર તરફ કરવું જોઇએ. ધોવા માટેના કપડાં વાયવ્ય દિશામાં રાખવાં જોઇએ અને વેંટિલેટર્સ પૂર્વ કે ઉત્તર તરફ રાખવા જોઇએ. સ્નાનઘરમાં શૌચાલય સાથે રાખવા ન જોઇએ. સંજોગો વસાત રાખવામાં આવે તો શૌચાલયને વાયવ્ય કે પશ્ચિમની તરફ રાખવાં જોઇએ. પૂર્વ, અગ્નિ, દક્ષિણ કે નૈઋત્યની તરફ કદાપી ન રાખવાં જોઇએ.

સ્નાનગૃહની ટાઇલ્સ અને દિવાલોનો રંગ સફેદ, આછો આસમાની, વાદળી કે કોઇ આછો રંગ રાખવો જોઇએ પરંતુ લાલ અને કાળા રંગની રાખવી ન જોઇએ.